________________
પૂ. શતવર્ષાધિકાયુ, સંઘમાતા, બા મહારાજના હુલામણા નામથી જગપ્રસિદ્ધ બનેલા વાત્સલ્યમયી ગુરૂમાતા પૂ. મનોહરશ્રીજી મ.સા. (પૂ. જંબૂવિજયજી મ.સા.ના માતૃશ્રી) તથા પૂ. સેવાભાવી ગુરૂદેવશ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા.ના આશીર્વાદનો સાથ મળ્યો છે.
વળી હાલ સંયમજીવનની આરાધના કરતાં મારા પૂ. પિતાશ્રી ધર્મઘોષવિજયજી મ.સા. તથા માતુશ્રી આત્મ-દર્શનાશ્રીજી મ.સા.ના સ્નેહાશિષો મારું બળ બની રહ્યા છે. પૂજ્ય ગુરૂદેવે છેલ્લા મુફ ઉપર નજર નાખીને રહેલી ક્ષતિઓને દૂર કરી તે બદલ તેમની હું ઋણી છું.
તથા શિષ્ય પરિવારે મુફ વાંચનમાં મદદ કરી છે તે બદલ તેમનો હું આભાર માનું છું અને પોતાનો અમૂલ્ય સમય ફાળવીને સમયનો ભોગ આપનાર શ્રી અજભાઈનો હું ખૂબ-ખૂબ આભાર માનું છું. અંતમાં
આ પુસ્તક અનેકોને સાચા માર્ગે દોરનારૂં બને એજ મન:કામના. વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તો વાચકગણ ક્ષમા કરે. આ પુસ્તક પૂ. વાત્સલ્યમયી ગુરૂમાતાના ચરણોમાં
સમર્પિત કરીને હું યત્કિંચિત ઋણ મુક્ત બનવા ઈચ્છું છું.
સંવત ૨૦૫ર જેઠ વદ ૬ ગાંધીનગર ,
મનોહરશિશુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org