________________
૮૧
આ ઝાડીમાં ભરાયા છે, છેવટે પરિણામ એ આવ્યું કે ચોરોએ બધાને લૂટી લીધા અને મારી નાખ્યા. આ કૌશિક નામનો ઋષિ સાતમી નરકે ગયો. મહાત્માઓ કહે છે આવું સત્ય ન બોલવું જેનાથી અસંખ્યના જીવન રોળાઈ જાય. નીતિનું ધન.
જીવનમાં જેટલી વાણીની સચ્ચાઈ જરૂરી છે, તેટલી જ ન્યાય અને નીતિની પણ જરૂર છે. નીતિથી કરેલી કમાણી માણસને સત્કાર્ય કરવા પ્રેરે છે. એક શેઠ હતા. શેઠને ત્યાં મોટો કરિયાણાનો વેપાર ચાલે આ શેઠે કર્યું શું? લેવાનાં અને દેવાનાં બન્ને કાટલાં જુદાં રાખે. શેઠને બે પુત્ર હતા તેમાં એકનું નામ વધિયો રાખેલું અને બીજાનું નામ ઘટિયો રાખેલું આ શેઠને જ્યારે માલ લેવાનો હોય ત્યારે વધિયાને કહે મણીકું લાવ. એટલે તે મોટું મણિકું લાવે અને જ્યારે દેવાનું હોય ત્યારે ઘટિયાને બૂમ પાડે તેથી નાનું મણિકું લાવે. આ અનીતિના વેપારથી શેઠ ખુશ થાય. હવે મોટો છોકરાને પરણાવ્યો વહુ ઘરમાં આવી. એક દિવસ વહએ સસરાને કહ્યું કે બાપુજી આપ વધિયા અને ઘટિયા એમ કહીને કોને બોલાવો છો ? એવું તો કોઈનું નામ આપણા ઘરમાં છે નહીં. એટલે સસરાએ બધી વાત વહુને કરી વહુ ધર્મને પામેલી હતો. તેને થયું કે આ અનીતિના પૈસાથી જ ઘરમાંથી માંદગી જતી નથી. એને પુરૂં ખાવા મળતું નથી. માટે તેણે પોતાના સસરાને કહ્યું કે તમે ન્યાયથી વેપાર કરો. આ અનીતિના પૈસા આવે છે માટે જ આવા કંકાસ ઘરમાં ચાલી રહ્યા છે. સસરાને ગળે વાત ઉતરી તેણે નીતિથી વેપાર શરૂ કર્યો. ચારે બાજુ શેઠની પ્રમાણિકતાના વખાણ થવા લાગ્યા. ઘરાકી સારા પ્રમાણમાં રહેવા લાગી. અને થોડા જ વખતની અંદર સાચા શેઠ તરીકે પ્રસિદ્ધિ થઈ અને ખૂબ આબાદી વધવા લાગી. સુખી થઈ ગયા. શેઠને પછી પ્રતિતી થઈ કે આ વહુ લક્ષણવંતી છે અને તેનાથી જ આ ઘરની આબાદી વધી છે, ઘરમાં ખૂબ જ તેનું માન વધ્યું. એક વખત વહુએ કહ્યું કે તમે એક સોનાની પાંચશેરી બનાવો. તેની પર “સાચા શેઠ” એવું નામ લખો. તેને બજારની વચ્ચે મૂકી દો. પછી જુઓ આ નિતીનું ધન.
શેઠે તે પ્રમાણે કર્યું. તો કોઈ માણસ દોડતો દોડતો આવીને કહે શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org