________________
પહેલાં દુઃખ દૂર કરે પછી સુખો આપે અને સુખમાં લાલન - પાલન કરે. આ મંગળ શબ્દની નિરૂક્તિ થઈ. વ્યુત્પત્તિ એટલે કે મા માત પિતા મને પાપથી છોડાવનાર. આ બધા મંગળમાં ભાવ મંગળ એ ઉત્કૃષ્ટ મંગળ છે. પૂર્વના ત્રણ મંગળથી મંગળ નહીં થાય. પરંતુ પરમાત્મા સાથે જોડાણ થાય તોજ સાચું મંગળ ગણાય. પારસમણિ.
ધર્મ એ પારસમણિ છે પારસમણિના સ્પર્શમાત્રથી લોખંડ સોનું બની જાય છે. એક સંત પુરૂષ હતા. તેમની પાસે એક પારસમણિ હતો. તેમને તેની કોઈ દરકાર નહોતી. પણ કોઈએ તેમને ભેટ આપેલો તેથી તે પારસમણિને લોખંડની ડબ્બીમાં રાખતાં પોતે તો પ્રભુમાં જ મસ્ત હતા. એકવાર તેમની સેવા કરવા માટે એક માણસ આવ્યો દીન-દુઃખીયાનો ઉધ્ધાર કરવામાં બાવાજી હમેશાં તત્પર રહેતા. આ માણસ દુ:ખી નહોતો પણ અસંતોષી હતો. એને તો ધનના પટારા ભરવા હતા. બાવાજીએ એકવાર કહ્યું કે “જા બચ્ચા તેરા કલ્યાણ હો જાયેગા. પરંતુ આને તો કલ્યાણ જોઈતું નહોતું પણ સોનાના ઢગલા જોઈતા હતા. તેણે બાવાજીને કહ્યું કે બાવાજી મારે તો ધન-સોનું જોઈએ છે. જગત આખું સોના પાછળ પાગલ બનેલું છે. એક લોક આવે છે કે --
यस्यास्ति वित्तं नरः कलीनः स एव वक्ता स च दर्शनीयः। स पण्डितः स श्रतवान् गणज्ञः सर्वे गणां काञ्चनमाश्रयन्ते ।।
અર્થાત્ જેની પાસે ધન છે તે માણસ કુલીન છે. તે જ વકતા છે, તે જ દર્શનીય છે, તે જ પંડિત છે અને તેજ સર્વજ્ઞ છે, ગુણવાન છે બધા ગુણો સોનાના આશ્રયે છે. સોનાએ બધાને સૂના કરી દીધા છે. બાવાજીએ કહ્યું કે ભાઈ જો તારે સોનાના ઢગલા જોઈતા હોય તો મારી પાસે પારસમણિ છે તે તને આપું. જા, પેલા સામે લોખંડના ડબલામાં એક પારસમણિ પડયો છે તે લોખંડનું ડબલું લઈ આવ. પેલો લેવા ગયો તેને વિચાર આવ્યો કે પારસમણિ લોખંડના ડબ્બામાં કેવી રીતે રહે, કારણ કે તેના સ્પર્શમાત્રથી જ લોખંડ સોનું બની જાય. તો આ ડબલું લોખંડનું કેમ? આ બાવાજી છતરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org