________________
૩૨
તો નથી ને? તેને વિચારમાં પડેલો જોઈને બાવાજી ઉભા થયા ડબલામાંથી પારસમણિ કાઢયો અને લોખંડના ટુકડાને અડાડયો. તરત જ લોખંડ સોનામાં ફેરવાઈ ગયું. એટલે પેલા માણસે પૂછયું કે બાવાજી આમ કેમ? આ ડબલું પણ લોખંડનું છે તે કેમ સોનાનું ન બન્યું? બાવાજીએ કહ્યું કે ભાઈ વર્ષોથી એ ત્યાં ને ત્યાં પડયો છે તે ડબલામાં ચારે બાજુ જાળાં બાઝી ગયા છે એ જાળાઓ ઉપર પારસમણી પડ્યો છે તે ડબલાને અડતો જ નથી. માટે જ ડબલું સોનાનું થતું નથી. અરે બાવાજી ! આવો પારસમણિ હોવા છતાં તમે કેમ તિજોરીમાં સાચવી નથી રાખતા ? બાવાજી કહે કે ભાઈ આની કોઈ જ કિંમત નથી, સાચો પારસમણિ ભગવાનનું નામ મારા હાથમાં છે. આવા કાચના ટુકડાને હાથે ય કોણ લગાડે. આ સાંભળતાં પેલા માણસના ભાવો પલટાય છે અને તે પોતે પણ સંન્યાસ સ્વીકારે છે. આ ધર્મરૂપી પારસમણિ આપણી પાસે હોવા છતાં આપણે કેમ સોનાના બનતા નથી ? કારણ કે આપણને એ સ્પર્શતો નથી. ધર્મ અને આપણી વચ્ચે સંસારની આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપી જાળાઓ પથરાયેલાં છે. આજે પરિગ્રહ માટે ભગવાનને કે ધર્મને છોડતાં વાર નહીં લાગે. જેણે ભગવાનની રાત-દિવસ સેવા કરી છે. અને મંદિરની પ્રતિષ્ઠા કેમ વધે એની સતત ચિંતા કરી છે એજ લોકો આજે આ નવો પવન વાતાં પોતાના સ્થાનને જન્મભૂમિને કાચી મિનિટમાં છોડી દે છે. કારણ બીજી જગ્યાએ પૈસાની કમાણી વધારે છે પૈસા માટે પ્રભુને છોડીને ચાલ્યા જાય છે. આજે ગામડાંઓની દશા જુઓ ઘણા ગામડાંઓમાં ભગવાન પૂજારીને સોંપાઈ ગયા છે તો ઘણાં ગામડાઓમાં મંદિરની સારસંભાળ લેનાર પણ કોઈ નથી. આવો સગવડિયો ધર્મ સુખ કેવી રીતે આપે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org