________________
અષાડ વદ -
ધર્મ-મંગલ મંગલની વ્યાખ્યા....
માણસ કોઈપણ કાર્યના પ્રારંભમાં મંગળથી શરૂઆત કરે છે. શા માટે? કારણ જીવન આખું મંગળ પર રચાયેલું છે. મંગળના પ્રારંભથી કરેલું કાર્ય નિર્વિને પૂર્ણ થાય છે. મંગળ ચાર પ્રકારના છે ૧. નામ મંગળ ૨. સ્થાપના મંગળ ૩. દ્રવ્ય મંગળ ૪. ભાવ મંગળ.
નામ મંગળ - કોઈનું નામ મંગળ સ્વરૂપ હોય. સ્થાપના મંગળ - કુંભ, ઘડો આકૃતિ વગેરે. દ્રવ્ય મંગળ – લોકોમાં ઔપચારિક દહીં, ગોળ વગેરે.
ભાવ મંગળ - પરમાત્મા સાથે જોડાણ, મંગળ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રકારો બે રીતે કરે છે. અક્ષરોને તોડીને કરાતી વ્યાખ્યાને નિરૂક્ત કહેવાય છે. અને ધાતુ વગેરે જોડીને જે વ્યાખ્યા કરાય તેને વ્યુત્પતિ કહેવાય છે. જેમકે હિન્દુ શબ્દ છે, હિ એટલે હિંસ અને દૂ એટલે દૂર રહેનાર, હિંસાથી દૂર રહેનાર તે હિન્દુ. આ નિરુક્ત કહેવાય.
“મ' એટલે શું ? - મથાતિ વિધાન એટલે કે બધા વિનોનું મથન કરી નાખે. માણસ જ્યારે દુઃખમાં હોય ત્યારે પહેલી તેની ઈચ્છા કઈ હોય? બસ, મારું દુઃખ દૂર થાય. મંગળમાં તાકાત છે કે ભયંકર વિદ્ગોના પર્વતો હોય તો પણ તેના ચૂરેચરા કરી નાખે.
“ગ” એટલે શું? - Tયત સુરમ્ એટલે કે સુખ તરફ ગમન કરાવે. પહેલી ઈચ્છા પૂરી થાય પછી એની શું ઈચ્છા હોય કે હવે મને સુખ મળો . મંગળમાં બધા જ સુખાને આપવાની તાકાત રહેલી છે.
લ' એટલે શું ? – અરુતિ સુ એટલે કે સુખોમાં લાલન પાલન કરાવે. બીજી ઈચ્છા પૂરી થઈ. સુખ મળી ગયું પણ એવા સટોડિયાના સુખ જેવું સુખ શું કરવાનું ? આજે સટ્ટામાં લાખો રૂપિયા કમાયો અને ફરી થોડા દિવસોમાં લાખો હારી બેઠો આવું ક્ષણિક સુખ શું કરવાનું ? માટે : ઈચ્છ એ છે કે પુખ સદાને માટે ટકી રહે. આ રીતે મંગળમાં અાટલી તાકાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org