________________
ન પડયું. છ ઋતુ પૈકી એકલી વધતું જતુ પરથી બાર મહિનાનું નામ વર્ષ પડયું એનું કારણ શું? કારણ જો વરસાદ સારો થાય તો બારે મહિના સારા, એ ઓછા વત્તે અંશે થાય તો વર્ષ બગડી જાય છે - તેમ ચોમાસાનું મહત્ત્વ એટલા માટે છે કે ચોમાસા દરમ્યાન વીતરાગ પ્રભુની વાણીનું શ્રવણ સતત રહે છે અને સતત વાણીના શ્રવણથી જીવનમાં કાંઈક ફેરફાર થાય છે. ઉપરાંત ચોમાસામાં ધંધા-પાણી પી મંદ હોય છે. તેથી ચોમાસા દરમ્યાન માણસ આ રીતે ધર્મધ્યાન કરી શકે છે. જેમ વર્ષાની હેલી જામતી હોય છે તેમ ચોમાસામાં ધર્મની હેલી જામે છે. ચોમાસું આવે એટલે ડોક્ટરની મોસમ શરૂ થાય કારણ કે જો ચોમાસામાં તપ-જપ ન કરીએ તો રોગ આવે જ. એક ચોમાસું સારું જાય તો જીંદગી આખી સુધરી જાય. અરે ! જીંદગી જ નહીં પણ દૃઢ સંસ્કાર પડે તો જનમોજનમ સુધરી જાય. પણ વીતરાગની વાણીને બરાબર પચાવે તો. આ માટે ચોમાસામાં સાધુ-સાધ્વીઓને આગ્રહપૂર્વક વિનંતિ કરીને લાવવામાં આવે છે. મૃત્યુ એક અતિથિ....
આ મનુષ્યજન્મ શાસ્ત્રકારો કહે છે કે મહાદુર્લભ છે. જગતના સર્વ યોનિના જીવો ઈચ્છે છે કે મારે માણસ બનવું છે, શું એ બની શકે ખરા? જે જીવો ભયંકર યાતનાથી પીડાઈ રહ્યા છે તે જીવો શું માણસ હોત તો યાતના ભોગવત ખરા ? આજે કાયદા માનવોના રક્ષણ માટે છે પણ પ્રાણીઓના રક્ષણ માટે કોઈ કાયદા છે ખરા ? એમની ક્તલ થાય તો પણ તે કાંઈ બોલી શકે ખરા? જો એની જગ્યાએ આપણે હોઈએ તો ક્યારના પોકાર પાડી ઉઠયા હોત. આ મનુષ્ય જન્મ દુર્લભ છે એ શબ્દો સાંભળીને આપણે રીઢા થઈ ગયા છીએ. કાન પણ ઘસાઈ ગયા. આપણને કોઈ દિવસ વિચાર પણ આવતો નથી કે આપણે કેવી દુલ કયોનિમાં આવી ગયા છીએ. આપણને તેની દુર્લભતાનો ખ્યાલ પણ આવતો જ નથી. આપણને તો એમ જ છે કે આપણે અહીં જ અનંતા કાળ સુધી રહેવાનું છે. મૃત્યુએ આપણા વાળ પકડેલા છે. તે આપણને ઘસડીને લઈ જઈ રહ્યું. છે. એ દ્રશ્ય જો આપણી સામે ખડું થાય તો આપણને જરૂર ધર્મ કરવાનું મન થાય ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org