________________
૩
શ્રી વસ્તુપાળની જાગૃતિ...
ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ-તેજપાળ કેવા ખમીરવાળા હતા ! એક વખત મહારાષ્ટ્રના રાજા સાથે લડાઈ થઈ. રાજાએ કહેવડાવ્યું કે વસ્તુપાળ તું વાણીઓ છે. અમે તને ખતમ કરી નાખીશું. વસ્તુપાળ જવાબમાં કહેવડાવે છે કે હા હું વાણીઓ છું પણ સાંભળો : હું જ્યારે દુકાને બેસુ છું ત્યારે ત્રાજવામાં કરીયાણાં જોખું છું. પરંતુ જ્યારે યુદ્ધમાં જાઉ છું ત્યારે શત્રુઓનાં માથાંને તોલું છું. એવા તો એ પરાક્રમી હતાં. દાનપ્રેમી પણ તેવા હતા. દાન આપતા એમણે કોઈ પણ ભેદભાવ રાખ્યો નહોતો. કરોડોનું દાન આપતા હતા. આવા સમર્થ વ્યક્તિ વિદ્વાન પણ હતા. સંસ્કૃતમાં નિષ્ણાત ગણાતા. સંસ્કૃતમાં સુંદર સુભાષિતો બનાવતા. બધી રીતે સમર્થ. ધર્માભ્યુદય’ કાવ્યની કોપી વસ્તુપાળે પોતાના હસ્તાક્ષરથી કરી હતી. આટલા કામકાજમાં પણ તે આવું કામ કરતા. આવા મહાન સમર્થ વ્યક્તિ જ્યારે બહાર નીકળે ત્યારે કેટલાક લોકો તેમને કુશળતા પૂછતા હોય. આ વસ્તુપાળ એક વખત અરીસામાં જુએ છે અને પોતાના પ્રતિબિંબને પૂછે છે કે વસ્તુપાળ તને બધા કુશળતા પૂછે છે, પણ તને ક્યાંથી કુશળતા હોય ? મૃત્યુનો કોઈ ભરોસો જ નથી. તું કુશળ નથી પણ મૃત્યુથી જકડાયેલો છે. આવી એમના જીવનમાં જાગૃતિ હતી. આવી જાગૃતિ આપણા જીવનમાં આવી જાય તો આપણો જન્મારો સફળ થઈ જાય. આપણી પાસે કોઈ ગેરંટી છે કે આપણે મૃત્યુ પછી સુખી જ થઈશું. આપણી ચોવીસે કલાકની પ્રવૃત્તિ શું છે ? ખાવું-પીવું, પહેરવું, હરવું, ફરવું, બસ આ જ વિચારણા આપણા મગજમાં ઘૂમી રહી છે. બીજી કોઈ વિચારણા છે ખરી? અહીં લહેરથી ખાઈએ છીએ. પણ જો કૂતરાની યોનિમાં જઈશુ તો એક રોટલાનો ટૂકડો ખાવા માટે પણ પથરા ખાવા પડશે. કવિ કાલિદાસ કહે છે તેમ થોડા ટુકડા માટે આપણે ઘણું ગુમાવી રહ્યા છીએ.
માતૃભક્ત કપિલ.....
કપિલ નામનો એક બ્રાહ્મણ હતો. એ કપિલના પિતા રાજ્યની અંદર મંત્રી હતા. અચાનક કપિલના પિતા ગુજરી ગયા. કપિલ નાનો હતો તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org