________________
૩૪
આરોગ્ય માટે પણ ઘણો જ ઉપયોગી છે. અઠ્ઠમ એટલે ઉપવાસ કેટલા ? ત્રણ. આઠ કેમ નહીં ? અઠ્ઠમનો અર્થ તો આઠ થાય છે. એક વાર ખાય તે યોગી... બે વાર ખાય તે ભોગી ત્રણ વાર ખાય તે રોગી.
અટ્ટમ એટલે શું ?
અઠ્ઠમ એટલે આઠ ભોજનનો ત્યાગ. મોટા ભાગે રોજના બે ભોજનનો ત્યાગ, તેથી ત્રણ દિવસના છ ભોજન, આગલા દિવસે એકાસણું પારણાના દિવસે એકાસણું આ પ્રમાણે આઠ ભોજનનો ત્યાગ તેથી જ્ઞાનીઓએ એનું નામ અમ રાખ્યું છે.
ફી અક્રમની....
અમેરિકામાં એક ડૉક્ટર હતો. એને ભારતના લોકો પર શ્રધ્ધા હતી એને એમ થતું કે હિંદુસ્તાનના ઋષિમુનિઓએ તપને બહુ મહત્વ આપ્યું છે. શા માટે ? ત્યાંના વૈજ્ઞાનિકોએ ભોગની સામગ્રી ઉભી કરી. જ્યારે આપણા જ્ઞાનિઓએ ત્યાગની સામ્રગી ઊભી કરી. પછી આ ડૉક્ટર દરરોજ આ ત૫૫૨ ચિંતન કરે છે. ચિંતન કરતાં તેને એમ થાય છે કે આ બધા રોગોનું મૂળ ખાવામાં જ છે. માટે હિદુસ્તાનના જ્ઞાનીઓએ જે તપ બતાવ્યું છે તે ખરેખર ઉત્કૃષ્ટ છે. રોગોનું મૂળ ભોજન અને દવા બન્ને છે. તેણે પ્રચાર કર્યો કે દવા છોડી દો અને ઉપવાસ કરો. તેથી લોકોને એમ થયું કે આ તો ઉપવાસ કરાવીને લોકોને મારી નાખશે. તેથી લોકોએ ઝુંબેશ ઉપાડી. ત્યાંની સરકારે તેને જેલમાં પૂર્યો. તેણે જેલમાં રહ્યાં રહ્યાં પણ ઉપવાસની પ્રવૃત્તિ ચાલુ રાખી. છેવટે સરકારે થાકીને એને છૂટો કર્યો. તેને બહાર આવીને મોટી હોસ્પિટલ ઉભી કરી. તેમાં જે કોઈ રોગી માણસ દાખલ થાય તો તેને દાખલ થવાની ફી અક્રમ. પછી એનો જે પ્રમાણેનો રોગ હોય તે પ્રમાણે તેને ઉપવાસો કરાવે. પોતે ૮૪ વર્ષની ઉંમરે પણ ખૂબ જ શસક્ત હતો. તપથી તો બહુ-બહુ ફાયદા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org