________________
શ્રાવણ સુદ ૨
ગગનમંડનમેં ગૌઆ વીઆણી...
ભગવાનની સાચી ભક્તિ કરવાથી તેની સાથે સંબધ જોડવાથી સાચા
ધર્મની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ કુળ મળે છે. ઉત્તમ સંસ્કારો મળે છે. તેથી માણસને ધર્મ ક૨વાની ભાવના થાય. પરંતુ એ ધર્મ ઉચ્ચ કોટિનો છે કે ખાલી ધર્મનો આભાસ જ છે, આ સવાલ ઉભો છે.
આનંદઘનજી મહારાજા કહે છે કે હું એને મારો ગુરૂ માનું કે જે મને આ વાતનો સત્ય જવાબ આપે
“ગગનમંડનમેં ગૌઆ વીઆણી, ધરતી દૂધ જમાયા,
માખણ તો કોઈ વિરાલા પાયા, છાશે જગત ભરમાયા.”
ધર્મ-ગુણાત્મક
ગાય આકાશમાં વીયાણી, જમીન પર તેનું દહીં મેળવ્યું, એમાંથી માખણ તો કોઈ વિરલા પાયા ! આખું જગત છાશથી ભરમાયું, ભગવાન દેશના આપે છે ત્યારે તે સમવસરણ પર બિરાજમાન છે. ભગવાનની વાણીને આનંદઘનજી મહારાજ ‘ગગનમંડન મેં ગૌઆ વીયાણી' એવી ઉપમા આપે છે. અને વાણી રૂપી દૂધ પૃથ્વી પર પડયું. પરંતુ તેમાંથી માખણરૂપી તત્ત્વ કોઈ વિરલ આત્માઓ જ મેળવી શકે છે. બાકી આખું જગત છાશ જેવા ક્રિયાત્મક ધર્મથી જ ભારમાયું છે.
વર્ણવ્યવસ્થા
મોટા ભાગના લોકો આજે સંસારને મીઠો બનાવવા માટે ધર્મ કરે છે.
જગત આખું દુઃખભીરૂ છે. જ્યારે માણસ પાપભીરૂ બને ત્યારે જ તેને ધર્મનું સાચું સ્વરૂપ સમજાયું એમ કહેવાય
દુઃખભીરૂ નહીં, પાપભીરૂ....
પહેલાં આપણા દેશમાં વર્ણવ્યવસ્થા હતી જેથી બધા વર્ગો એકબીજાના
પૂરક બનીને રહેતા. ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, અને ક્ષુદ્ર આ પ્રમાણે ચાર વર્ગો હતા. જેને જે કામ સોંપેલું હોય તેને તે કરવાનું હોય. ક્ષત્રિયોને દેશની સંભાળ રાખવાનું કામ સોંપેલું હતું. બ્રાહ્મણોને વિદ્યા આપવાનું કામ સોંપેલું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org