________________
૮૪
છલકાઈ ઉઠે છે. બસ એમને એ જ વિચાર આવે છે કે આ બિચારો છે છે મહિના મારા સંસર્ગમાં રહ્યો છતાં દુર્ગતિમાં જશે. કેવી ભગવાનની કરૂણા...! આટ-આટલા ઉપસર્ગો કર્યા છતાં તેના પર કેવી અજોડ પ્રેમ...! દેહની નહિ દેવની પૂજા.
હિંસા કરવાથી માણસ દુર્ગતિમાં જાય છે, માંસાહાર કરવાથી, મહારંભને કરવાથી – મહાપરિગ્રહ કરવાથી નારકીમાં જાય છે. શાસ્ત્રમાં પંદર કર્માદાન આવે છે. જે નરકમાં લઈ જનારાં છે. કર્માદાન એટલે શું? કર્મનું આદાન. કર્મ બાંધવાનો વેપાર, પરિગ્રહની ઈચ્છાથી જ માણસ આવા કર્માદાનોનું સેવન કરતો હોય છે. કારણ કે ઈચ્છા તો આકાશ જેટલી અનંત છે. પરિગ્રહને ઓછો કરી ન શકો તો કાંઈ નહીં પરંતુ ઈચ્છાનું તો પરિમાણ કરો. આપણું શરીર આખું અશુચિથી જ ભરેલું છે. માણસને સંડાસમાં બેસી રહેવાનું મન થાય ખરું? ગમે તેવું ઉત્તમમાં ઉત્તમ ભોજન પણ આ શરીરરૂપી ગટરમાં જતા કેવી દુર્ગધવાળું બની જાય છે. અરે આપણે જમ્યા પછી પણ આપણને વોમિટ થાય તો એની સામે આપણે એક ક્ષણ માટે જોઈએ ખરા? ત્યાંથી ભાગી છૂટીએ. દુનિયામાં બધા મશીન કાચા માલમાંથી પાકો માલ બહાર પાડે છે. જ્યારે આ શરારરૂપી અકજ મશીન એવું છે કે તે પાકા માલને કાચો કરીને બહાર ફક છે. અને એ માલને જોવો પણ ન ગમે. ઉત્તમમાં ઉત્તમ મિષ્ટાન પેટમાં જતાં જ વિષ્ટા રૂપે પરિણામ પામે છે. બહારથી સુંદર દેખાતા આ શરીરમાં કેટલી અશુચિ ભરેલી પડી છે. મહાપુરૂષો કહે છે કે આ શરીર પંપાળવા માટે નથી. અર્થાત પોષવા માટે નથી પણ શોષવા માટે છે. આપણે દિવસ અને રાત દેહની પૂજામાં જ પડ્યા છીએ. જ્યારે શાસ્ત્રકારો ફરમાવે છે દેહની નહીં પરંતુ દેવની પૂજા કરો.. માણસોને બધો વૈભવ મળે એટલે એ એમ જ માને છે કે મારો જન્મ સફળ.. પણ મહાપુરૂષો કહે છે કે જન્મ સફળ નહીં પણ ધર્મ વિના નિષ્ફળ.. પરમાત્માના રૂપ સિવાય જગતમાં કોઈ એવું અદ્ભુત રૂપ નથી. આ શરીરમાંથી સમ્યકજ્ઞાન, સમ્યક્દશર્ન અને સમ્યફચારિત્ર રૂપી ત્રણ રત્નો કાઢી લો. જેમ સમુદ્રમાં અગાધ પાણી રહેલું છે તેમ.. આ આત્મામાં અખૂટ ખજાનો ભરેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org