________________
ત્યાં બેઠેલા છે તે પાછો ફરે છે. જ્યારે શાંબે તો પોતાના નિયમ મુજબ ઉઠીને પથારીમાં બેઠા બેઠાં એણે ભગવાનને હૃદયથી નમસ્કાર કર્યા. પાલક આવી ને કૃષ્ણ મહારાજાને કહે છે કે પિતાજી હું પહેલાં વંદન કરીને આવ્યો મને ઘોડો આપો. કૃષ્ણ કહે છે કે પહેલા હું ભગવાનને પૂછું કે પહેલાં કોણે નમસ્કાર કર્યા? ભગવાનને પૂછે છે. ભગવાન કહે કે પહેલાં શબે વંદન કર્યા છે. પાલક કહે શાંબ તો હજુ સુધી આપની પાસે આવ્યો પણ નથી. તો ક્યાંથી નમસ્કાર કર્યા હોય ? ત્યારે ભગવાન કહે છે કે તેણે ઘેર બેઠાં જ મને હૃદયથી નમસ્કાર કરેલા છે, તેથી પ્રથમ નમસ્કાર તેના છે. માટે પરમાત્માની સાથે હૃદયથી જોડાણ સાધો. પ્રભુ સાથે જોડાણ સાધવાથી ધન્ના, શાલિભદ્ર, રોહિણેય એવા અનેક મહાત્માઓ તરી ગયા. ભગવાનમાં એક વિશિષ્ટતા હતી કે તે દ્રષ્ટા એટલે જોનાર હતા ચિંતક ન હતાં કારણ ચિંતન તો સારી વસ્તુનું પણ થાય અને ક્યારેક ખોટી વસ્તુનું પણ ચિંતન થઈ જાય.
જ્યારે આંખે જોયેલું કદી ખોટું ઠરે નહીં. ભગવાન આવા દ્રષ્ટા હતા. શુશ્રષા...
ભોજન કરતાં ભૂખનું મહત્ત્વ છે. જો માણસને ભૂખ લાગી હશે તો સૂકો રોટલો પણ સાકર જેવો લાગશે. જ્યારે ભૂખ વગર અમૃત જેવું ભોજન નીરસ બની જશે. આપણને ધર્મની જિજ્ઞાસારૂપી ભૂખ જાગવી જોઈએ. આજે ધર્મગુરૂઓની વાણી રૂપી અમૃત ભોજન સામે પડયું છે પરંતુ આપણને ધર્મ સમજવાની ભૂખ નથી. માટે આપણને અત્યારે ધર્મ સાંભળવો ગમતો નથી. સંસ્કૃતમાં ધૃ નામનો ધાતુ આવે છે. ૐ એટલે ઘારણ કરવું “ધર્મ' એ શબ્દ ૐ ઉપરથી બનેલો છે. ધર્મ દુર્ગતિમાં પડતા જીવોને વચ્ચેથી ઝીલી લે છે. ખરેખર માણસને જો આ પ્રમાણેનો વિચાર આવે કે મેં ધર્મને ધણી વખત સાંભળ્યો છતાં કાંઈ અસર થતી નથી. હું કેવો કમભાગી છું તો તેનું કલ્યાણ થઈ જાય. એના બદલે આપણે અત્યારે એ વિચાર કરીએ છીએ આપણે ધર્મ ખૂબ સાંભળ્યો છે હવે સાંભળવાનું કાંઈજ બાકી નથી. નમસ્કારમાં બાધક...
ચીનમાં એક તત્ત્વજ્ઞાની હતો. માણસો તેની પાસે તત્ત્વજ્ઞાનનું ચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org