________________
૫૮
આત્મા એ પરમાત્મા છે તેથી આપણે કોઈપણ ખોટું કાર્ય કરતા હોઈએ તો એક વખત તો અંદરથી અવાજ ઉઠે કે તું આ ખોટું કરે છે. પણ આપણે એ અવાજને બહાર આવવા દેતા નથી, અંદર જ દબાવી દઈએ છીએ. આવી પ્રામાણિકતા નકામી..
એક માણસે કહ્યું કે વ્યાખ્યાનમાં આવેલા માણસો ખૂબજ પ્રમાણિક કહેવાય. ત્યાં બીજા ભાઈએ પૂછયું કે ભાઈ કેવી રીતે ? પેલો માણસ કહે કે ભાઈ જો ઘરમાં રત્નોના ઢગલા પડયા હોય કિંમતીમાં કિંમતી દાગીના છૂટા પડ્યા હોય એવા ઘરમાં કોઈ માણસ અંદર દાખલ થાય અને આ બધી ચીજો પર નજર નાખ્યા વિના જ પાછો ફરતો આપણે તેને કેવો કહીએ ? પ્રમાણિક જ ને ? હા, તો સાંભળો, વ્યાખ્યાન સાંભળનાર શ્રોતાઓ વ્યાખ્યાનમાં અમૂલ્ય ઝવેરાતથી પણ કંઈ કિંમતી એવા ધર્મરૂપી ઝવેરાતને હાથ પણ લગાડ્યા વગર અરે ! નજર પણ નાખ્યા વગર પાછા ફરે છે ને! આવા લોકોને પ્રમાણિક ન કહેવા તો કેવા કહેવા...?
તૃષ્ણા હંમેશા વધે છે. એ કયારેય ઘટતી નથી. હંમેશાં ઘટનારી ચીજ આયુષ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org