________________
થાય છે, ઘસાય છે, ઘવાય છે, રીબાય છે અને મરી જાય છે. ફક્ત બે લીટીમાં જ માનવજાતનો ઈતિહાસ પૂરો થઈ ગયો. પૈસા નહીં શાસનપ્રાપ્તિ મહાસર્ભાગ્ય...
હવે વિચાર કરો. મહામુશ્કેલીએ મળેલો આ માનવ જન્મ શું બસ આ રીતે જ વેડફી નાંખવાનો ? ઈન્દ્રને પણ દુર્લભ એવો આ જન્મ આપણને સહેલાઈથી મળ્યો છે માટે આપણને કીંમતી નથી લાગતો. દેવો અસંખ્યાતા એક સાથે અવે છે જ્યારે મનુષ્યો તો મર્યાદિત જ જન્મે છે. વિચાર કરો દેવો જેવા દેવો પણ તિર્યંચમાં ફેકાઈ જાય છે. શાસ્ત્રકારો કહે છે કે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ થાય. દેવોની આસક્તિ હંમેશા વિમાનોમાં જડેલા રત્નો, વાવડીઓ અને ઉપવનોમાં જ રહેલી હોય છે. માટે તેઓ તિર્યંચમાં ફેકાઈ જાય છે. ક્યાં દેવલોક અને ક્યાં પૃથ્વી, પાણી અને વનસ્પતિકાયના જીવો ? વિચાર કરો આસક્તિ- આપણને ક્યાં ફેંકે છે? પૈસા મળ્યા એ મોટામાં મોટું નસીબ નથી પરંતુ ભગવાન મહાવીરનું શાસન મળ્યું એ મહાસભ્ભાગ્ય છે આપણું. જ્યારે સંસારની ભયાનકતા સમજાય ત્યારે જ માણસને ક્ષણની કિંમત સમજાય છે.
T
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org