________________
0
પ્રખ્યાત છે. તે સત્યવાદી તરીકે પ્રખ્યાત હતા. નરો વા કુંજરો વા..
એક વખત જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ ચાલે છે. સામે દ્રોણાચાર્ય બાણોનો મારો ચલાવી રહ્યા છે. બધાના ગુરૂ દ્રોણાચાર્યને યુદ્ધના મેદાનમાંથી ખસેડવા કેવી રીતે ? ત્યારે કૃષ્ણ આવીને યુધિષ્ઠિરને કહ્યું કે જો તમે જરા જૂઠું બોલો તો થઈ શકે. તમે એમ કહો કે અશ્વત્થામા મરાયો. અશ્વત્થામાં દ્રોણાચાર્યનો પુત્ર હતો. માટે પુત્રના આઘાતથી તે પોતાના હથિયાર હેઠાં મુકશે. ઘણું સમજાવ્યા ત્યારે યુધિષ્ઠર તૈયાર થયા. હવે બને છે એવું કે અશ્વત્થામા નામનો એક હાથી પણ હતો. આ હાથી યુધ્ધમાં મરાયો તેથી બધે પોકાર ઉઠયો કે અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો. હવે આ વાત સાચી છે કે ખોટી તેની ખાતરી કરવા દ્રોણાચાર્ય ચાલુ યુદ્ધ યુધિષ્ઠિરને પુછવા આવ્યા છે. શું યુધિષ્ઠિર ! મારો પુત્ર અશ્વત્થામા મરાયો છે? હવે યુધિષ્ઠિર માટે ધર્મસંકટ આવ્યું. તેથી તેમણે કહ્યું કે “નરો વા કુંજરો વા' અશ્વત્થામાં મરાયો પણ માણસ કે હાથી તે હું જાણતો નથી. બસ આટલું ભળતું બોલવાથી જે પોતાનો રથ સત્યથી આકાશમાં અધ્ધર ચાલતો હતો તે એકદમ નીચે પટકાયો. કારણ કે મનમાં જાણતા હતા કે અશ્વત્થામા હાથી મરાયો છે. જીવનમાં એક જરાક ખોટું બોલતા સત્યની જે સિદ્ધિ હોય છે તે ચાલી જાય છે. આ બધા વ્રતો ભગવાનનું જ એક સ્વરૂપ છે. - સાચો સત્યવાદી હોય તેના પ્રતાપથી અગ્નિ પણ ખંભિત થઈ જાય છે. વ્રતોની શક્તિ....
પાંચ મહાવ્રતોમાં રહેલી તાકાત કંઈ જેવી તેવી નથી. આખી પૃથ્વીને હચમચાવી નાખવાની તાકાત તેમાં રહેલી છે. તેજ રીતે તેમાં આવેલી જરા જેટલી પણ ખામી આખી ભવભ્રમણાને પણ વધારી દે તેવી છે. વસુરાજા...
સીરકદંબક નામના આચાર્ય પાસે નારદ તથા રાજકુમાર વસુ અને પોતાનો પુત્ર પર્વત આમ ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એક દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org