________________
૭પ (૬) બેઠો-સૂતો-કાઉસગ્ગ બેઠાં બેઠાં કરતો હોય અને પ્રમાદમાં અથવા
આર્તધ્યાનમાં ડૂબેલો હોય. (૭) સૂતો-ઉભો-કોઈ માંદગીના કારણે કાઉસગ્ગ સૂતાં સૂતાં કરતો હોય પણ
વિચારધારા ખૂબ ઉંચી ચાલતી હોય. (૮) સૂતો-બેઠો-સૂતાં સૂતાં કાઉસગ્ગ કરતો હોય અને મન ભટકતું હોય. (૯) સૂતો સૂતો - એક તો સૂતાં સૂતાં કરતો હોય અને એમાંય જરાયે ઠેકાણું
ન હોય. આ રીતે માણસે સમજીને ધર્મ કરવો જોઈએ. સરળતા..
ધર્મ કરનાર માણસ સરળ હોવો જોઈએ. એક બાઈ કોઈ સંત પાસે ગઈ. સંત મહાત્માને કહ્યું કે ભગવદ્ મને શાંતિ થાય એવો કોઈ મંત્ર આપો. સંતે તેને એક મંત્ર આપ્યો. “ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્ર એણે લીધો તો ખરો. પણ બાઈ બહુ જ ભોળી સરળ હતી. તેના પતિનું નામ વાસુદેવ હતું. તેણે વિચાર કર્યો કે મારે પતિનું નામ કેવી રીતે લેવું. પતિનું નામ સ્ત્રી કયારે પણ લેતી નહીં. તેથી તેણે એક રસ્તો શોધી કાઢયો. મંત્રમાં ફેરફાર કર્યો. “ૐ નમો ભગવતે બાબલાના બાપાય' કેવી સરળતા છે? પડછાયો નહીં વસ્તુને પકડો... - છઠ્ઠ કરીને સાત જાત્રા કરનારો માણસ કેટલું કષ્ટ વેઠે છે. આવો માણસ પાડોશી સાથે મનદુઃખ થાય તો તેના ત્રણ પગથિયા ચડીને તેને ખમાવવા જઈ શકતો નથી. કારણ તેના હાથમાં ધર્મનો આભાસ આવેલો છે. ભગવાનની સાથે જ્યારે સાચું જોડાણ થાય છે ત્યારે હૃદયની ગ્રંથિ (વેરઝેરની) ભેદાઈ જાય છે. જે કાળમાં પ્રતિક્રમણ નહોતું, ચોમાસું નહોતું કે કોઈ પર્વ નહોતાં કે ખમાવવાની કોઈ વિશિષ્ટપર્વ ક્રિયા નહોતી છતાં તે કાળમાં ઘણા પ્રમાણમાં મોક્ષે જતા હતા. જ્યારે આ કાળમાં રોજ સવાર-સાંજનું પ્રતિક્રમણ છે, છતાં કોઈ મોક્ષમાં જતા નથી. ઘણો ધર્મ કરવા છતાં ઘણી વાર એવું બને છે કે માણસ ધર્મને કે પરમાત્માને સાચા અર્થમાં પામી શકતો નથી. કારણ માણસે ખાલી ધર્મનો પડછાયો જ પકડેલો છે. તેણે વસ્તુ છોડી દીધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org