________________
શ્રાવણ સુદ ૧૦
પ્રકૃતિથી સોચ્ચ અદીઠે કલ્યાણકરા....
ધર્મને યોગ્ય શ્રાવકનો ત્રીજો ગુણ – પ્રકૃતિથી સૌમ્ય. ધર્મ કરનાર વ્યક્તિ પ્રકૃતિથી સૌમ્ય હોવો જોઈએ. શાંત હોય. નિષ્કપટી હોય. જે માણસો ધર્મ કહેવાય છે તેઓ ગમે તેટલો ધર્મ કરતા હોય પરંતુ તેમના સ્વભાવમાં જરાયે સરળતા ન હોય, જરાયે સૌમ્યતા ન હોય, તો તેમને ધર્મી કહેવો શી રીતે? ક્રોધમાં માણસ ખૂબ જ કટુ વચન બોલે છે. આવા માણસને શાસ્ત્રમાં કાંટાળા વૃક્ષની ઉપમા આપી છે. બાવળિયો દેખાવમાં લીલોછમ હોય છે પણ પાસે જઈએ તો કાંટા ભોંકાયા વગર રહે જ નહીં. બીજું એક વાકય આવે છે કે આવી ત્યાર . એમને નહીં જોવામાં જ કલ્યાણ છે. આવા માણસો ગમે તેટલો ધર્મ કરે પણ એ અશાંતિનું જ કારણ બને છે. ક્રિયાકાંડ એ તો ધર્મનું બાહ્ય સ્વરૂપ છે. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે તે સાચી વાત પણ જ્ઞાન એટલે શું? અને ક્રિયા એટલે શું? ક્રોધએ ખરાબ છે આ સમજણ તે જ્ઞાન છે અને તેનો ત્યાગ કરવો તે ક્રિયા છે. નવ પ્રકારના કાઉસગ્ન...
શાસ્ત્રમાં કાઉસગ્નના નવ પ્રકાર કહ્યા છે. (૧) ઉભો-ઉભો- ઉભો થઈને કાઉસગ્ન કરતો હોય અને એની વિચારધારા
પણ ઉંચી હોય. (૨) ઉભો-બેઠો-કાઉસગ્ગ ઉભો ઉભો કરતો હોય પણ વિચારધારા નીચલી
કક્ષાની ચાલતી હોય. (૩) ઉભો-સૂતો-કાઉસગ્ગ ઉભો ઉભો કરતો હોય પણ પ્રમાદમાં વ્યસ્ત
હોય. આર્તધ્યાનમાં ડૂબેલો હોય. (૪) બેઠો-ઉભો-શરીરની શિથિલતાએ કાઉસગ્ન બેઠાં બેઠાં કરતો હોય પણ
વિચારધારા ખૂબ ઉંચી ચાલતી હોય. (૫) બેઠો-બેઠો-કાઉસગ્ગ બેઠાં બેઠાં કરતો હોય અને વિચારધારા પણ
નિમ્નકોટિની હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org