________________
એજ આત્માનો-દેહનો સાચો ખોરાક છે. ગૌતમસ્વામી સમજી જાય છે કે મારી કાયા જોઈને આ દેવ મારા વચન પર હસે છે. તેના સંશયને દૂર કરવા માટે કંડરીક-પુંડરીકનું દૃષ્ટાંત આપે છે. કંડરીક - પુંડરીક...
કંડરીક અને પુંડરીક રાજપુત્રો હતા. બંને ભાઈઓ હતા. બંને જણા કોઈ સ્થવિર મહાત્માનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા હતા. ઘરે આવીને બંને ભાઈઓ વચ્ચે ચારિત્ર લેવા માટે વિવાદ થયેલો. કેવો હશે એ સમય?
જ્યાં બે ભાઈઓ સંસાર છોડવા માટે મીઠો ઝઘડો કરતા. આજે ભાઈ-ભાઈની સામે પૈસા ખાતર કોર્ટે ચડે ને રીવોલ્વરથી ભાઈને શૂટ કરી નાંખે છે. આ બન્ને ભાઈઓમાંથી અંતે નાના ભાઈએ દીક્ષા લીધી અને તે કંડરીકમુનિ બન્યા. અનુક્રમે ગુરૂ સાથે વિહાર કરતાં તેઓ ખૂબ ઉચ્ચ કોટિનું સંયમ જીવન પાળવા લાગ્યા. સાથે તપની સાધના પણ જોરદાર ચાલુ કરેલી. એક હજાર વર્ષ સુધી આ રીતે તપ કરતાં કરતાં શરીર સૂકાઈ ગયું. અંત પ્રાંત ભોજનથી રોગ પણ અનેક થયેલા છે. પણ આત્માનો આનંદ અપૂર્વ છે. એક વખત વિહાર કરતાં પોતાના સંસારી ભાઈ પુંડરીક રાજાની નગરી પુંડરીકિણીમાં પધારે છે. પુંડરીક રાજા ગુરૂવંદનાર્થે ઉપવનમાં આવે છે. પોતાના ભાઈ મહારાજને અત્યંત સૂકાયેલા જોઈ ગુરૂદેવને વિનંતી કરે છે. ગુરૂદેવ ! મારા બંધુમુનિને થોડા દિવસઅહીં સ્થિરતા કરાવો તો સેવાનો લાભ મળે. ગુરૂએ આગ્રહ જોઈ આજ્ઞા આપી. આ બાજુ કંડરીક મુનિનું શરીર રાજ તરફથી થતી સેવા અને રોજબરોજના મેવા-મીઠાઈના આહાર-પાણીથી પુષ્ટ બને છે. પણ ચારિત્ર જીવનમાં શિથિલાચાર વધતો જાય છે. આત્માના પરિણામ નબળા પડી જાય છે. પુંડરીકને આ વાતની ખબર પડી ત્યારે તેને આઘાત લાગે છે, પણ મુનિ વિહારનું નામ નથી લેતા. પુંડરીક એમને વિહાર કરવા માટે યુક્તિપૂર્વક પ્રેરણા કરે છે. એટલે કંડરીકમુનિ ના છૂટકે કમને વિહાર કરે છે. પરંતુ સુખશીલ જીવન થઈ જવાથી હવે ચારિત્રના કઠિન જીવનથી કંટાળી ગયા છે એટલે થોડા સમય પછી ગુરૂથી છુટા પડીને પાછા ફરે છે. ફરી પોતાની નગરીના ઉદ્યાનમાં આવી સાધુવેષની એક પોટલી બાંધી ઝાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org