Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 104
________________ ૯૧ માસ ર #વરી | એની પ્રભુમાં કેટલી મસ્તી હશે કે જે અકબર જેવાં બાદશાહને આ રીતે કહી શક્યો. જ્યારે જીવનમાં સદ્ગુણો પ્રગટે ત્યારેજ આત્માની સાચી ઓળખાણ થાય... નિંદ્યપ્રવૃત્તિનો ત્યાગ માણસે લોકપ્રિય બનવું હોય તો આ લોક વિરૂધ્ધ કે પરલોક વિરૂધ્ધ કોઈ આચરણ ન કરવું તેમજ સરળ સ્વભાવી બનવું. છતીશક્તિએ પણ, જે દુ:ખી હોય તેને એક પાઈની પણ મદદ ન કરે તો એ લોકોમાં તિરસ્કૃત બને છે... તેમજ તે કોઈ ખરાબ વ્યસની ન હોવો જોઈએ. તેણે દારૂનો ધંધો કે એવો કોઈ હલકો ધંધો ન કરવો જોઈએ. એક માણસ એક બાજુ ધર્મ કરતો હોય અને બીજી બાજુ વરલી-મટકા જેવા ધંધા કરતો હોય. આવો માણસ ધર્મના કામમાં પાંચ પચ્ચીસ હજાર ખર્ચે તો પણ તે અને ધર્મ અને લોકોમાં તિરસ્કારને પાત્ર બને છે. ચેતના – ઉપયોગ... આ ચેતના એક રંગીન ચીજ છે તેને જેવા પદાર્થનો સંયોગ કરાવીએ તેવો રંગ લાગે. સદ્ગુણોથી રંગીએ તો સદ્દગુણો આવે અને દુગર્ગોથી રંગીએ તો દુર્ગુણો આવે.. ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108