________________
૪૧).
જીભને પરવશ છે, ધિક્કાર છે આ ભૂખડી બારસ ને ! આ પ્રમાણે એની નિંદા જ કર્યા કરે છે... ગામના શ્રાવકો આવે ત્યારે પણ તેમની પાસે તપસ્વી મહારાજ આનીજ નિંદા કર્યા કરે છે. હવે ચોમાસું પૂરૂ થયું. આ પાટલિપુત્રની વાત છે. ત્યાં કોઈક કેવળી ભગવંત પધારે છે. ગામના લોકો દેશના સાંભળવા જાય છે. દેશના સાંભળીને ગુરૂ મહારાજને પૂછે છે કે ભગવંત આ વખતે ચોમાસામાં બે સાધુ ભગવંત અહીં રહ્યા હતા. એમાં એક તપસ્વી હતા. અને બીજા ખાઉધરા આ બેની કઈ ગતિ થશે?
આ સાંભળી ગુરૂભગવંત કહે છે કે સાંભળો જે તપસ્વી મુનિ હતા. તે મરીને દુર્ગતિમાં જશે અને સંસારમાં ઘણું ભટકશે. જ્યારે તમે જેને ખાઉધરો કહો છો એ થોડા કાળ પછી મોક્ષે જશે. આ સાંભળીને ગામ લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયાં. ગુરૂ ભગવંતે કહ્યું કે જે તપસ્વી મુનિ હતા તેમણે આખો દિવસ નિંદાનો જ ધંધો કર્યો. જ્યારે પેલા સાધુએ પોતાના આત્માને નિંદ્યો. નિંદા કરવાથી તથા અહંકાર આવવાથી માણસ હજારો વર્ષના તપને ધોઈ નાખે છે. બાહુબલી ને કેવળજ્ઞાન થવામાં અહંકાર જ આડો આવ્યો હતો ને...! નહિ તો કેવી ઉગ્ર તપશ્ચર્યા હતી... પણ જ્યાં અહંકાર ભાગ્યો કે તરત જ કેવલજ્ઞાન ...! ખાલી નમવાનો વિચાર પણ માણસને છેક ક્યાં સુધી લઈ જાય છે? ગુણવાનની નિંદા કરવી એ તો અતિ ભયંકર પાપ છે. સરળ હૃદયની પ્રાર્થના
ભગવાનની પાસે સરળ હૃદયની પ્રાર્થના જલ્દી પહોંચે છે. એક મંદિરમાં ધર્મગુરૂ પ્રાર્થના કરાવતા હતા. બધા સારી રીતે પ્રાર્થના ઝીલતા હતા. તેમાં એક નાનો છોકરો હતો. તે પણ પોતાના હાથના મટકાથી... પ્રાર્થના કરતો હતો... ધર્મગુરૂએ તેને કહ્યું કે અલ્યા તું શું કરે છે? તને શું પ્રાર્થના કરતાં આવડે છે ? પેલો છોકરો કહે છે કે જુઓ બધી પ્રાર્થના તો સ્વર અને વ્યંજન અથવા બારખડીમાંથી જ બનેલી છે... હું ભગવાનને આખી બારખડી કહી દઈ છું અને કહું છું કે ભગવાન આ બારખડીમાંથી તમે તમારી પ્રાર્થના બનાવી લેજો.. આ સાંભળી ધર્મગુરૂ હસી પડયા.. કેવું સરળ હૃદય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org