________________
૮પ
બે રોગ...
ભવરોગ અને ભાવરોગ. આ બે મોટા રોગો આપણને લાગેલા છે. આપણા ચિત્તના એટલા કલુષિત પરિણામો છે કે રાગ-દ્વેષ ને મોહમાં ચિત્ત ખૂબ જ વ્યાકુળ બનેલું છે. જ્યાં સુધી આ ભાવરોગો છે ત્યાં સુધી ભવરોગ રહેવાનો. ધર્મરૂપી ઝવેરાત કમાવા માટે ગણોનો વૈભવ જોઈશે. જો ગણો રૂપી વૈભવ નહીં હોય તો ધર્મરૂપી ઝવેરાત મેળવી નહીં શકો.
માણસ હમેશાં નામને અમર બનાવવા ઈચ્છે છે. નામને નહીં પણ કામને અમર બનાવતાં શીખો. એવા સત્કાર્યો કરો કે તમારું કામ અમર બની જાય.
જીવનની સિદ્ધિ ધર્મરૂપી ધન કમાવામાં રહેલી છે. નહીં કે પૈસો કમાવામાં. ખાવાનું પીવાનું કામ તો આ જીવ દરેક યોનિમાં કરતો આવ્યો છે. આ જીવનમાં પણ એનું એ જ કાર્ય ચાલુ રહેશે તો પછી સંસારના ફેરા ક્યાંથી ટળવાના ? જ્યારે ધર્મનું મહત્ત્વ સમજાય છે ત્યારે આ જીવન કોઈ ઉચ્ચ કોટીનું બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org