________________
શ્રાવણ સુદ ૧૫
આંતર દર્શન આંતરવૈભવ અખૂટ
આજે માણસો ડેકોરેશન પાછળ લાખો રૂપિયા ખર્ચે છે પણ એક સળગતા દિલને સાંત્વન આપવા એક આનો ખર્ચવા તૈયાર નથી. પણ આ બહારના વૈભવને માણસ જેમ-જેમ વધારતો જાય છે. તેમ-તેમ તેની ભૂખ વધતી જાય છે. તેને જીવનમાં અપૂર્ણતા જ લાગે છે. જ્યારે માણસ જો પોતાની અંદરનો વૈભવ વધારે તો જીવન એટલું બધુ સુખમય બની જશે કે તેની કલ્પના પણ નહીં આવે. આંતરવૈભવનું સુખ એવું છે કે તમે જેમજેમ કોઈને સુખ આપો કે તમારું સુખ વધતું જશે. જ્યારે બહારના વૈભવનું સુખ અવું છે કે તમે જેમ જેમ આપશો તેમ ખૂટી જશે. કદાચ વૃદ્ધિ પામશે તો પણ આંતર વૈભવ જેટલું તો નહીં. તમે સામાને જેટલો પ્રેમ આપશો તેમ તમારો પ્રેમવૃદ્ધિ પામતો જશે. બહારની ચીજોનો તમે જેમ જેમ વધારો કરતા રહેશો તેમ તેમ તમે અપૂર્ણ બનતા જશો. જ્યારે આંતર વૈભવ જેમ જેમ આપતા જશો તમ-તેમ પૂર્ણ બનતા જશો. અનુકંપા.
સમક્તિની મુખ્ય નિશાની અનુકંપા છે.. અનુકંપા એટલે દયા નહીં. પરંતુ બીજાનું દુઃખ જોઈને એ આકુળ-વ્યાકુળ બની જાય છે. તેનું હૃદય કંપવા લાગે તે અનુકંપા. દયાનો તેનાથી ઘણો ઉતરતો દરજ્જો છે. ભગવાનના હૃદયમાં અનુકંપા ચિક્કાર ભરેલી હોય છે. બસ ધ્યાન ધરતાં પણ તેમના મગજમાં એક જ વિચાર ઘૂમી રહ્યો હતો કે હું આ જગતના જીવોને કેવી રીતે દુઃખથી મુક્ત કરૂં? તેનું કેમ હિત કરૂં? બસ આજ એક લગની હતી. ત્યારે તો એ જગતના તમામ જીવોને માટે પૂજ્ય બની ગયા. ધર્મનો પ્રાણ કરૂણા છે. જ્યારે સંગમદેવે મહાવીર ભગવાનને છ છ મહિના સુધી ઉપસર્ગો કર્યા. ત્યારે તો કોઈ દિવસ ભગવાનની આંખમાં પાણીનું એક બિંદુયે આવ્યું નથી. પરંતુ જ્યારે આ સંગમ વિદાય લે છે ત્યારે ભગવાનની આંખો કરૂણાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org