________________
શ્રાવણ વદ - ૨
લોકપ્રિયતા... | હવે ધર્મને યોગ્ય બનવા માટેનો ચોથો ગુણ... લોકપ્રિયતા..
ધર્મ કરનાર માણસ લોકોમાં પ્રિય હોવો જોઈએ. એક બાજુ ખૂબ જ તપશ્ચર્યા કરતો હોય અને બીજી બાજુ કંજુસનો કાકો હોય તો તેના વખાણ થાય કે હાંસી.. જે માણસ ધર્મ કરતો હોય એ કોઈ દિવસ કોઈનું ઘસાતું બોલે નહીં અને એનું પણ કદાચ કોઈ ઘસાતું બોલે તો પણ કદીએ તેના પર ગુસ્સે થાય નહીં. લોકપ્રિય માણસ બનવું હોય તો નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ઈહલોક વિરૂધ્ધ નિંદા..
ઈહલોક વિરૂધ્ધ અને પરલોક વિરૂધ્ધ કોઈપણ કાર્ય ન કરો. ઈહલોક વિરૂધ્ધ - જીવનમાં કોઈની પણ નિંદા ન કરવી. દુનિયામાં સૌથી વધારે ગળી ચીજ કઈ તો ગરજ. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. અને આનાથી પણ ગળી ચીજ નિંદા છે. નિંદાનો રસ એવો છે ને કે માણસ કલાકોના કલાકો સુધી સાંભળ્યા કરે ને તો પણ તેને કંટાળો આવે નહીં. નિંદાના બોલ્યા મહાપાપ રે....
એક ગામમાં એક મુનિ મહારાજ રહેતા હતા. તેઓ માસક્ષમણને પારણે માસક્ષમણ કરતા હતા. લોકોમાં ખૂબ જ ખ્યાતિ હતી. કેવા તપસ્વી... કેવા ત્યાગી... એવામાં કોઈ બીજા સાધુ મહારાજ ત્યાં ફરતાં-ફરતાં આવી ચડયા. ચોમાસાનો સમય નજીક હતો. તેથી તેજ ગામમાં ચોમાસા માટે રહે છે. ઉપાશ્રયમાં આ મહારાજની ઉપર ઉતરે છે. આ મહારાજ દરરોજ વહોરવા માટે સાડી પરથી નીચે ઉતરે છે. તેમના મનમાં એક જ વિચાર આવે છે અરે રે.. ક્યાં આ તપસ્વી અને ક્યાં હું ? કેવો શિથિલ... ઉત્તમકુળમાં અવતર્યા છતાં તપ-ત્યાગ કરી શકતો નથી. આ રીતે દરરોજ તેઓ પોતાના આત્માને નિંદે છે. જ્યારે દરરોજ ત્રણ-ત્રણ વખત વહોરવા જતા આ મહારાજને જોઈને પેલા તપસી મહારાજ વિચારે છે કે આ કેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org