________________
શ્રાવણ વદ ૫
પરમની યાત્રા બહિરાત્મા...
આત્માના ત્રણ પ્રકાર છે... બહિરાત્મા .. અંતરાત્મા... પરમાત્મા... જેનો આત્માબહાર છે એટલે કે જેણે આત્માને ઓળખ્યો નથી. તે બસ હું પદમાં જ રાચતો હોય. ધન જ જાણે એનો આત્મા ન હોય... તેમજ કંચન, કામિની, કુટુંબ, કાયા કીર્તિ બસ આ જ એનો આત્મા હોય... તેને બહિરાત્મા કહેવાય. તનો બધો સંબંધ બહારના પદાર્થો સાથે જ હોય. આ કાયાને જ શણગારવામાં જ તેની આખી જિંદગી ખર્ચાઈ જાય... માણસનું જરાક જો શરીર ઘટે તો તરત તે કહેશે હું ઓગળી ગયો છું. અર્થાત્ શરીર એ હું છું. જ્યારે હું એટલે આત્મા... છતાં માણસ સંપત્તિને, પત્નીને, આ બધાને જ હું માને છે... મોટા ભાગના જગતના જીવો બહિરાત્મદશામાં જ જીવે છે... બહારના પદાર્થોમાં વૃદ્ધિ એટલે ખુશખુશાલ અને તેમાં ઘટાડો થાય કે તરત પોક મૂકીને રોવા બેસશે. કારણ તેનો આત્મા એ જ છે. એક શેઠ હતાં તેમનો જબરજસ્ત મોટો ધંધો હતો. તેમાં દશ લાખનો નફો થવાનો હતો. ત્યાં રાત્રે ખબર પડી કે ભાવ ઘટી ગયા છે. જો કે તોય પાંચ લાખનો નફો તો થવાનો જ હતો. છતાં શેઠને આઘાત લાગ્યો અને એકદમ બૂમો પાડવા લાગ્યા કે હું પાયમાલ થઈ ગયો.. પાયમાલ થઈ ગયો. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા.. બારણું ખખડાવ્યું, શેઠાણીને પૂછયું કે શેઠ કેમ બૂમો પાડે છે...? શેઠાણી કહે છે... એમને દશ લાખનો નફો થવાનો હતો તેના બદલે પાંચ લાખનો નફો થયો માટે... વિચાર કરો એનો આત્મા ક્યાં હતો? પૈસામાં જ. અંતરાત્મા... .
જ્યારે જે માણસ અંતર આત્માવાળો હોય તો તરત જ તેને વિચાર આવશે કે મારામાં સગુણો કેટલા છે, દુર્ગુણો કેટલા છે, અને પોતાના દુર્ગુણોને છોડવા માટે અને સદ્દગુણોને મેળવવા માટે જ તેની દોડધામ હોય
મારું ક્યાં આપું છું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org