________________
૨૪
લઈ જાય છે. હવે એક વખત સિકંદર માંદગીમાં પડે છે. બચવાની કોઈ શક્યતા નથી. એ પોતાની અંતિમ ઈચ્છા બતાવે છે કે જ્યારે મારી નનામી કાઢો ત્યારે મારી નનામીની આગળ ખુલ્લી તલવારે લશ્કર રાખજો. વૈદો, હકીમો, ખજાનચીઓ બધા ચારે બાજુ ચાલજો. મારા બંને હાથ પહોળા અને ખુલ્લા રાખજો. અને ઉદ્ઘોષણા કરજો કે આખી પૃથ્વીનો સ્વામી સિકંદર જઈ રહ્યો છે. તેને આ લશ્કર, આ વૈદ, આ હકીમ કોઈ બચાવી શક્યા નથી. મારા જીવનમાંથી બધા બોધપાઠ લે કે, માણસ કાંઈ લઈને આવ્યો નથી. અને કાંઈ લઈને જવાનો નથી. કેવળ પુણ્ય અને પાપ લઈને જાય છે. શાસ્ત્રકારો તમને તમારા પેટ પૂરતી દોડધામ કરવા માટે ના નથી પાડતા પરંતુ ના પાડે છે કેવળ પટારા ભરવા માટે. સોય સાથે લાવજો....
પંજાબની વાત છે. ગુરૂ નાનક એક જગ્યાએ ફરતા ફરતા જઈ રહ્યા છે. ત્યાં કોઈ ધનિક માણસ હતો. ગુરૂ નાનક પ્રવચન આપી રહ્યા છે. આ ધનવાન માણસ પણ પ્રવચનમાં આવેલો છે. પ્રવચન પુરૂં થયું એટલે પેલો માણસ ગુરૂ નાનકને કહે છે કે સાહેબ કંઈ કામકાજ હોય તો કહેજો. ધનિક માણસને એમ કે પાંચ - પચાસ ખર્ચ્યા એટલે આપણું માન ગુરૂ પાસે રહે ગુરૂ કહે ભાઈ એક કામ છે. મારી પાસે એક સોય છે. એ સોય તમને હું સાચવવા આપું છું. જ્યારે હું પરલોક જાઉં અને તમે પણ પરલોકમાં આવો ત્યારે આ સોય સાથે લઈને આવજો. પેલો ભાઈ મુંઝવણમાં પડે છે. કહે છે ગુરૂજી એતો બની શકે તેમ નથી. ત્યારે ગુરૂ કહે છે કે ભાઈ એક સોય જો તું સાથે ન લઈ જતો હોય તો પછી આ વૈભવ પાછળ તારો કિંમતી સમય શા માટે બગાડે છે ? આ સાંભળતાં જ તેનું પૈસા પરનું મમત્વ તૂટી જાય છે. અને લક્ષ્મીનો સદ્યય કરવા માંડે છે.
પરલોક.....
માણસ મૃત્યુ પામે છે. ત્યારે ત્રણ વસ્તુ સાથે લઈ જાય છે. પુણ્ય પાપ અને સંસ્કાર. સંસ્કારમાં વિનય, વિવેક, સદાચાર, ક્ષમા તથા પરોપકાર સૌથી વધારે મહત્ત્વના છે. આપણે જ્યાં જઈશું ત્યાં પૂર્વના સંસ્કાર પર આપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org