________________
તેવો ક્રોડાધિપતિ હોય તો પણ આવે. આ પ્રમાણે ધર્મકાર્યમાં પૈસો ખર્ચતા. આજે તો એ સત્ત્વ આ યુગમાંથી નીકળી ગયું છે. શ્રાવક પહેલો વિચાર શું કરે? ખાવાનો કે ખવરાવવાનો, ભોગનો કે ત્યાગનો ? શાલિભદ્ર પૂર્વભવમાં એની દરિદ્ર અવસ્થામાં ખીર કોઈ દિવસ જોયેલી નહીં. જ્યારે એના હાથમાં આવી ત્યારે એણે પહેલા શું વિચાર કરેલો? જાણો છો ને? ગુરૂ મહારાજને વહોરાવી ને પછી ખાઉં. તમને થાળીએ બેસતાં કોઈ દિવસ વિચાર આવે છે. ખરો? કારણ? આપણા હૃદયમાં ગુરૂ પ્રત્યેની એવી સંભાવના નથી. ગંભીરતાનું ફળ.
એ દાનનું શાલિભદ્ર આટલું મોટું ફળ કેમ પામ્યો ? કારણ તેણે ખીર વહોરાવી ખરી પણ એનામાં ગંભીરતા હતી તેથી તેણે તેની માતાને કહ્યું નહીં કે મા મોં ખીર વહોરાવી દીધી. એ ગંભીરતાના ગુણથી જ તેને આટલું મોટું ફળ મળ્યું. સંપત્તિનું પ્રદર્શન..
એક શેઠ હતાં. જીવનમાં તેણે ખૂબ અઢળક સંપત્તિ મેળવી. ભોંયરામાં રહેલા રૂમોને તેને સોના ચાંદીથી ભરી દીધા. પરંતુ તેને ચટપટી લાગી ક્યારે હું કોઈને જણાવું ? કે મારી પાસે આટલી સંપત્તિ છે. તેણે વિચાર કર્યો કે જો રાજા એમ જાણે કે મારી પાસે આટલી સંપત્તિ છે. તો બહુ સારું થાય. એમ વિચારીને તેણે આખું કુટુંબ ભેગું કર્યું અને કહ્યું કે આપણે રાજાજીને જમવા માટે આમંત્રણ આપીએ. નાની વહુએ ના પાડી કે સંપત્તિનું પ્રદર્શન કરવું તે બરાબર નથી. છતાં શેઠે માન્યું નહીં અને જમવાનું નિમંત્રણ આપ્યું જમ્યા પછી રાજાને સંપત્તિ દેખાડી. રાજા તો એક પછી એક ઓરડા જોઈને ચકિત થઈ ગયો. આટલો ધનભંડોર તો મારી પાસે પણ નથી. રાજા મહેલે ગયો પણ તેને ચેન પડતું નથી. તેણે મંત્રીને સર્વ હકીકત કહી. આ જગતમાં કુદરતનો એક નિયમ છે. માણસે બીજાની સંપત્તિ જોઈ નથી, ત્યાં સુધી પોતાની પાસે છે તેનામાં સંતોષ હોય છે. પરંતુ જ્યારે તેની નજર બીજાની સંપતિ ઉપર પડે છે ત્યારે તેના જીવનમાં ઈર્ષાની આગ ચંપાય છે. પાણીની એ ૨ રહેલી હોડીને પવન જેમ ઘસડીને લઈ જાય છે, તેમ માણસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org