Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 79
________________ મહાપુરૂષો નાની ઉંમરમાં નીકળી પડયા છે, તે કેવા શાસનના ચમકતા સિતારા બની ગયા છે. હરિભદ્રસૂરિ મહારાજ, હેમચંદ્રાચાર્ય, હીરસૂરિમહારાજ, ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ. શ્રાવકની વ્યાખ્યા.. સંસ્કૃતમાં શ્રુ નામનો ધાતુ છે. તેને " પ્રત્યય લાગવાથી તેની વૃદ્ધિ, શ્રુ + - શ્રી + અ શ્રાવે, શુતિ તિ શ્રાવ, જે હંમેશા જિનવાણી સાંભળે તે શ્રાવક કહેવાય. હંમેશા શા માટે સાંભળવી જોઈએ? માણસને રોગ થાય તો તેણે નિયમિત દવા લેવી જોઈએ. આપણે પણ રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે કેટલાય રોગોથી ભરેલા છીએ. આ બધા રોગોનું ઔષધ છે “શાસ્ત્ર શ્રવણ'. ઔષધનું પાન નિત્ય કરવાનું હોય વચમાં ખાડો પાડીએ તો તે કામ ન આપે. નોરવેલ - જિનવાણી... સાપ અને નોળિયો સામ-સામે આવે ત્યારે બન્ને ખૂબ જ ઝગડે છે. સાપ તેને ડંખ મારે, નોળિયો તેને બચકા ભરે. હવે સર્પ તેને કરડે ત્યારે તે ભાગીને નોરવેલ નામની વનસ્પતિને જઈ સુધી આવે છે જે નોળિયો પોતે જ જાણે અને તેને સુંધી તે પોતાનું ઝેર ઉતારી દે છે. આ રીતે ઝેર ઉતારી પાછો ઝગડવા માટે આવે, આ રીતે વારંવાર ઝગડે છે અને આખરે સર્પને તે મારી નાખે છે. આપણા શરીરમાં પણ ક્ષણે ક્ષણે ઇન્દ્રિયો દ્વારા ઝેર ચડે છે. કાને સાંભળીએ તો પણ અને આંખે જોઈએ તો પણ ઝેર ચડે. કોઈનું સુખ જોઈએ કે તરત જ આપણા મનમાં લાલસા જાગે. જ્યાં સુધી એવું સુખ મેળવીએ નહીં ત્યાં સુધી જીવનમાં શાંતિ વ્યાપે જ નહીં. બધું બીજાનું જોઈને આપણને મેળવવાનું મન થાય. પરંતુ કોઈ દિવસ સાધુનો વેશ જોઈને એવો વિચાર આવ્યો કે કયારે આપણે સાધુ બની જઈએ? સાધુનું સુખ તો સંસારના સુખ કરતાં અનેકગણું વધારે છે. એ સુખની કોઈ દિવસ ઈચ્છા થાય છે. બધી ઇન્દ્રિયોથી ચડતા ઝેરને દૂર કરવાની એક “શાસ્ત્ર રૂપી' વનસ્પતિ છે. જે દરરોજ સાંભળવાથી મોહનું ઝેર કંઈક ઓછું થાય ન સાંભળે તો જીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108