________________
૬૫
કોને? ભગવાનને, સંભારીએ છીએ સૌથી છેલ્લાં અને ભૂલીએ છીએ સૌથી પહેલાં. માટે જ આપણો ભગવાન સાથે સંબંધ જોડાતો નથી. ચંડકોશિયો જ્યારે ભગવાનને કરડવા આવે છે ત્યારે પહેલાં તો પોતે સામે નજર નાખે છે. પણ કાંઈ થયું નહી તેથી સૂર્ય સામે જોઈને નજર નાખે છે. છતાં તેનાથી કંઈ વળ્યું નહીં. આખરે ડંખ દીધો. પણ ચમત્કાર સર્જાયો. આટલા-આટલા મારવાના ઉપાયો કરનાર પર પણ કેવી કરૂણા ! બુઝ બુઝ ચંડકોશિયા - સમજ સમજ ચંડકૌશિક ! કેટલા પ્રેમથી એ ઉદ્ગારો નીકળ્યા છે કે એક ક્રોધીમાં ક્રોધી - ઝેરીમાં ઝેરી સર્પને પણ થંભાવી દે છે. અને એ ચંડકોશિયાએ અનશન સ્વીકાર્યું અને સ્વર્ગમાં પહોંચી ગયો. આવા સર્પને પણ સામે જઈને તેમણે તાર્યો. આપણે જો સ્નેહથી તેમની સાથે સંબંધ બાંધીએ તો એ સંબંધને એ કોઈ દિવસ તોડશે નહીં. આપણે કદાચ તોડી નાખશું તો પણ... અનાથિમુનિનો સંકલ્પ
મુનિ મહારાજ કહે છે કે મરણ પથારીએ પડયા પડયા મેં મનમાં સંકલ્પ કર્યો કે જો આ કાયા નીરોગી થઈ જાય તો ભગવાનને સમર્પિત થઈ જાઉં. મરાઠીમાં એક કહેવત છે કે “સત્યસંકલ્પાચા દાતા ભગવાન આહે' સંકલ્પ સાચો હોય તો ભગવાન પૂર્ણ કરે છે. ભગવાન તેની મદદે આવ્યા. આત્માની અંદર જ પરમાત્મા વસેલા છે. કાંઈ ભગવાન બહારથી આવતા નથી. વ્યાધિ શાંત પડી ગયો. છ-છ મહિનાના રોગને નષ્ટ થતાં જરાયે વાર ન લાગી,
નીરોગી થયા પછી ઘરના માણસો પાસે રજા માગે છે. અને કહે છે કે હું જાઉં છું. આજે આપણે એક નિયમ પણ અખંડિત પાળી શકતા નથી. આપણે નિયમમાં બાંધછોડ કરીએ છીએ તેથી ભગવાન પણ આપણી સાથે બાંધછોડ કરે છે. ભગવાનની સાથે સંબંધ બાંધતા જ નથી. મુનિ મહારાજનો દૃઢ સંકલ્પ હતો. આપણા જેવો નહીં કે હવે સાજા થઈ ગયા એટલે પતી ગયું. મા-બાપ-સ્ત્રી-પ્રજાજનો બધા સામે આવી ગયા. જવા માટે કોઈ રજા આપતું નથી. માત-પિતા સ્નેહી-સ્વજનોના રોકવા છતાં તે પોતે નીકળીને ભગવાનને સમર્પિત થઈ જાય છે. આમ જ્યારે અંગોપાંગ સંપૂર્ણ હોય, બુદ્ધિ બરાબર કામ આપતી હોય ત્યારે ધર્મ કરી લો. શાસ્ત્રમાં પણ છે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org