________________
શ્રાવણ સુદ ૯
સંપૂર્ણ શરીર - ધર્મ યોગ્ય યૌવનવય ધર્મ માટે..
હવે ધર્મને યોગ્ય બનવાનો બીજો ગુણ - પાંચે ઇન્દ્રિયો સંપૂર્ણ હોય.
એક બાજુ ધર્મ કરતા હોય અને બીજી બાજુ કડવા શબ્દો દ્વારા બીજાનું કાળજું વીંધી નાખતા હોય. આ કેવા પ્રકારનો ધર્મ કહેવો ? ધર્મ કરનાર વ્યકિત તો કેવો મીઠા બોલો અને સૌમ્ય હોય. જેના અંગોપાંગ સંપૂર્ણ હોય. એ માણસ ધર્મને યોગ્ય છે. લૂલાં-પાંગળાં, ધર્મ તો કરી શકે પરંતુ જે માણસ સંપૂર્ણ ૨ ગોપાંગ વાળો હોય અને એ ધર્મ કરે તો એની મજા કોઈ ઓર જ હોય. મહાપુરૂષો ફરમાવે છે કે જ્યાં સુધી જરા આવી નથી ત્યાં સુધી ધર્મ કરી લો. જેમ ધંધો કરવા યૌવનવય ખૂબ જ યોગ્ય છે પણ ધંધો તો એક મામૂલી ચીજ છે. જ્યારે ધર્મ જેવી મહાન ચીજ મેળવવા માટે યૌવનવય જ ખૂબ ઉપયોગી છે. આજે માણસો એમ માને છે કે ધર્મ તો છેક પાછલી અવસ્થામાં કરવાનો હોય. માણસ અત્યારે ધનની જ પાછળ ગાંડો બને છે. જ્યારે ધર્મને તે સાવ ભૂલી જાય છે. બધા કર્મોમાં વેદનીય કર્મને વધારે હિસ્સો મળે છે. કેવળજ્ઞાની હોય તેને કાંઈ આખો દિવસ એમ નથી લાગતું કે હું કેવળજ્ઞાની છું. જ્યારે માણસ વેદનીય કર્મ ભોગવતો હોય તેને ક્ષણે ક્ષણે અરે સમયે સમયે એ કર્મ સાંભરે છે. એક જરા જેટલી જો વેદના શરીરમાં ઉત્પન્ન થાય તો મન એ વેદના સહેવામાં જ રોકાયેલું હોય પછી ભગવાનની ભક્તિ શી રીતે થાય ? મોટા ભાગે વૃદ્ધાવસ્થામાં વેદનીય કર્મ વધારે આવે છે. માટે મહાપુરૂષો કહે છે ત્યારે તમારાથી ધર્મ નહીં થાય. જે માણસ કાને બહેરો હોય એ ધર્મતત્ત્વને કેવી રીતે સાંભળી શકે ? આંખે ઝંખાશ આવી જાય તો માણસ ભગવાનના દર્શન, તથા પુસ્તકનું વાંચન કેવી રીતે કરી શકે? ભોગ એ એક જાતનો રોગ જ છે. તમે રોગને મટાડવાની દવા કરો કે પછી રોગને વધારવાની દવા કરો ? અનાથિયુનિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org