________________
શ્રાવણ સુદ ૮
રસે જીતે જીતં સર્વમ સંયમ પાંચ પર....
ધર્મ કરનાર શ્રાવકનો બીજો ગુણ ચાલી રહ્યો છે. શ્રાવક પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ હોવો જોઈએ. સાથે પાંચ ઇન્દ્રિયો પર સંયમ રાખનારો હોવો જોઈએ. જો ઇન્દ્રિયો પર સંયમ ન હોય તો માણસ કયાંનો કયાં ફેંકાઈ જાય છે. એક પર ચારનો આધાર......
રસનેન્દ્રિય પર ચારે ઇન્દ્રિયોનો આધાર છે. જો થોડા દિવસ ખોરાક બંધ હોય તો એકે ઇન્દ્રિય કામ નહીં આપે. માણસ આહાર છોડે છે એટલે વિષયો બધા શાંત પડી જાય છે. પણ વિષયો તરફનો રસ એનો છૂટતો નથી. કોઈ માણસ ઉપવાસ કરે છે એટલે તે દિવસે તો તે આહાર છોડે છે પણ પારણામાં તોફાન શરૂ થાય છે. એક વસ્તુ ઓછી આવે અથવા ઠંડી આવે તો મિજાજ ચાલ્યો જાય છે. તો એ રસ કયારે છૂટે ? જ્ઞાની ભગવંતો કહે છે કે જો પરમાત્માનો રસ આપણા જીવનમાં જાગી જાય તો બધાય રસ છૂટી જાય. આ રસનેન્દ્રિયથી તો યુગપ્રધાન આર્ય મંગુ કેવા પટકાઈ ગયા. આર્ય મંગ...
આર્ય મંગુ નામના એક મહાન આચાર્ય થઈ ગયા. શાસ્ત્રના જાણકાર યુગપ્રધાન પુરૂષ હતા. એ સમયે મથુરા એ જૈનધર્મનું કેન્દ્રસ્થાન હતું. તેથી આચાર્ય ભગવંત અવાર-નવાર ત્યાં આવીને રહેતા હતા. આવા યુગપ્રધાન પુરૂષ પધારતા હોય એટલે લોકો ચારેબાજુથી ઉમટી પડે અને ભક્તિથી સારામાં સારી વાનગીઓ તેમના શિષ્યોને વરાવે. તેઓ પોતે મહાજ્ઞાની હતા. પણ લપસણી જગ્યા પર પગ આવી જાય તો માણસ થિર રહી શકે ખરો ? લપસી જ જાય ને ? તેમજ ઇન્દ્રિયો એ લપસણી છે. થોડા વખત તો આચાર્ય મહારાજ નિર્લેપ રહ્યા. પણ રસનેન્દ્રિયે જોર કર્યું. એટલે હવે તો લગભગ મથુરામાં જ વારંવાર વાસ કરવા લાગ્યા. ભલા ભોળા લોકો તો આચાર્યભગવંતની ખુબ ભાવથી જુદા જુદા પકવાનો દ્વારા ભક્તિ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org