________________
શ્રાવણ-સુદ ૧૨-૧૩
પ્રિયવાણી...
માણસના સ્વભાવમાં જો સૌમ્યતા હશે તો એની વાણી પણ મીઠી હશે. અનત પુણ્યના ઉદયે આપણને વાણી મળી છે, વાણીનો ઉપયોગ પ્રિય બોલવા તથા ભગવાનની સ્તુતિ કરવા માટે જોઈએ. જ્યારે આપણે તો તેનો ઉપોયગ જેમ-તેમ બોલવામાં અર્થાત્ પથરા કેંકવામાં જ કરીએ છીએ. હેમચંદ્રસૂરિ મહારાજે ચારિત્રની બે વ્યાખ્યા કરી છે. એક તો એ કે પાંચ મહાવ્રત અને બીજી અષ્ટ પ્રવચનમાતા. આમાં પણ ભાષાસમિતિ પર વધારે ભાર મૂક્યો છે. કારણ કે... માણસની મતિ, કુળ વગેરે તેની વાણી પરથી પારખી શકાય. જ્યારે આપણે તો કડવી વાણી રૂપી બાણો જ સામાને મારીએ છીએ. જરાયે સભ્યતા નહીં. ભગવાન કેવળજ્ઞાન પામ્યા, શેના બળથી ? મૌનના જ ને ? મૌનની સાધનામાં ખૂબજ તાકાત છે. વાણી સાચી તેમજ હિતકારી બોલવી જોઈએ. બીજાની હિંસા કરનારી, અહિત કરનારી, સાચી વાણી પણ બોલવી જાઈએ નહીં.
સચ્ચાઈ સર્વત્ર
સત્ય પણ અસત્ય....
એક તાપસ હતો. સત્યવાદી હતો. અને તે ગામની બહાર રહેતો હતો. હવે એવામાં બન્યું એવું કે ધાડ-પાડુઓ ધાડ પાડવા માટે આ ગામમાં આવ્યા. ગામ લોકોને આગળથી ખબર પડવાથી બધા પોતાના દર-દાગીના લઈને ગામની બહાર મોટી ઝાડી હતી તેમાં ભરાઈ ગયા. હવે ધાડ-પાડુઓ આવ્યા. ગામમાં જોયું. ગામ આખું ખાલી એટલે તેઓએ વિચાર કર્યો કે ગામની બહાર રહેલા તાપસને પૂછીએ. એ સત્યવાદી છે માટે સત્ય કહેશે. તેઓએ તાપસને પૂછ્યું. એટલે તાપસે પહેલાં તો કહ્યું કે જે જાણે છે તે બોલતી નથી અને જે જાણતી નથી તે બોલે છે. આંખ જાણે છે પણ બોલતી નથી. જીભ જાણતી નથી પણ બોલે છે આ પ્રમાણે વારંવાર બોલવા લાગ્યો એટલે ચોરોએ કહ્યું કે તમે સત્ય બોલો, તમારી સત્યવાદી તરીકે પ્રસિદ્ધિ છે. કાં તો અસત્ય બોલો, તમારી પ્રસિદ્ધિ ભલે મટી જાય. આ મહાત્માએ વિચાર કર્યો કે ખોટું બોલીશ તો મારી પ્રસિદ્ધિ ધૂળમાં મળી જશે. માટે તેણે સત્ય કહી દીધું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org