________________
७८
સૌમ્યતા હતી. તેણે આવીને બધાને કહ્યું કે ભાઈઓ મને માફ કરજો. જે બીના બની ગઈ તેનાથી હું દિલગીર છું, હવે બાકીની જે રસોઈ છે તે તમને પીરસી દઉં છું. બધા તો તેની વાહ વાહ બોલવા લાગ્યા કે શેઠજી દૂધપાક તો ઘણીવાર ખાધો છે, પણ આવી સજજનતા અને સ્વભાવમાં આવી સૌમ્યતા કયાંય જોઈ નથી.
મહાત્મા અંગર્ષિ...
પ્રકૃતિની સૌમ્યતાથી માણસ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. બે વિદ્યાર્થીઓ ગુરૂ પાસે ભણતા હતા. તેમાં એક પ્રકૃતિથી સૌમ્ય છે અને બીજો ઉદ્ધત છે. ગુરૂકુળમાં રહેલા બન્ને જણા ગુરૂની બધી જ સેવા કરતા હતા. વનમાં લાકડા લેવા જાય... રસોઈ બનાવે... વગેરે. એક દિવસ બન્ને જણા વનમાં લાકડા લેવા ગયા છે. પ્રકૃતિથી સૌમ્ય એવો અંગર્ષિ વનમાં દૂર લાકડા લેવા જાય છે. પેલો ઉદ્ધત વિદ્યાર્થી રસ્તામાં લાકડાનો ભારો લઈને જતી ડોસીની પાસેથી ભારો પડાવીને ગુરૂમહારાજની પાસે વહેલો પહોંચી જાય છે. અને જઈને ગુરૂમહારાજને કહે છે કે અંગર્ષિ તો કોઈ ડોસીને મારીને તેનો ભારો પડાવી લઈને આવી રહ્યો છે. ગુરૂમહારાજ સાચું માને છે. તેથી અંગર્ષિ આવતાં જ ગુરૂમહારાજ ગુસ્સામાં તેને ખૂબ ઠપકો આપે છે. ભૂલ હોય અને ઠપકો મળે તો પણ આપણે સહન કરી શકતા નથી... તો આ તો વગર ભૂલે ઠપકો સાંભળવાનો સમય હતો. તમે હો તો શું કરો ? રાતા પીળા થઈ જાઓ ને ! પણ આ તો સૌમ્ય પ્રકૃતિવાળો અંગર્ષિ હતો. એણે વિચાર્યું કે મારાથી ગુરૂમહારાજનો શું અવિનય થઈ ગયો હશે. અરેરે ! મારા લીધે ગુરૂમહારાજને આર્તધ્યાન થયું, ગુસ્સો આવ્યો. આવા શુભવિચારોમાં ચડે છે... એટલે સુધી ચડયો કે બધાં જ કર્મોનો ભુક્કો બોલાવી દીધો અને ક્ષણવારમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જુઓ આ સૌમ્ય પ્રકૃતિ માણસને કયાં સુધી લઈ ગઈ.... છેક મોક્ષ સુધી..
સમદ્રષ્ટિથી સાચી શાંતિ....
જે માણસ હું સાચો છું - હું સારો છું, આની ખરેખરી કરવા જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org