Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 90
________________ શ્રાવણ સુદ ૧૧ સમતાની સાધના જરૂરી સ્વભાવ પરિવર્તન... માણસને જ્યારે સમ્યકત્વ સમજાય અને સમ્યત્વમાં નિરંતર સ્થિરતાદૃઢતા આવે તો મોટા ભાગે એનો સાત-આઠ ભવમાં મોક્ષ થાય. શાસ્ત્રમાં વાત આવે છે કે આ જીવે જન્માંતરમાં મેરૂ પર્વત જેટલા ઓઘા ગ્રહણ કર્યા હશે. વ્રત-પચ્ચખાણ કર્યા હશે, પરિસહોને સહન કર્યા હશે, છતાં આ જીવનો મોક્ષ કેમ ન થયો ? કારણ દરેક જન્મમાં-જીવનમાં તાત્ત્વિકધર્મની પ્રાપ્તિ થઈ નથી માટે જીવને આ સંસારમાં ભટકવું પડ્યું છે. માણસને કોઈ દિવસ એવો વિચાર આવે છે ખરો કે મારે મારો સ્વભાવ બદલવા જેવો છે. દરેકને એમ જ લાગે છે મારો તો સ્વભાવ સારો છે બીજાના સ્વભાવનો જ દોષ છે. આપણે પશ્ચિમ તરફ જવું હોય તો પશ્ચિમમાં જ ચાલવું પડશે. આપણા માટે કંઈ પશ્ચિમનો રસ્તો પૂર્વમાં નહીં આવી જાય. ગાડું હોય તો તેને પૂર્વમાંથી પશ્ચિમમાં ફેરવી શકાશે. પરંતુ ગામ પશ્ચિમમાં હોય તો તેને પૂર્વમાં નહીં ફેરવાય. તમે સામા માણસને ફરેવવાનો કે એના સ્વભાવને બદલાવવાનો વિચાર ન કરો. પરંતુ તમારા સ્વભાવ તરફ, તમારા જ દોષ તરફ નજર નાખો. તું દાઝયો નથી ને? એક માણસે મોટા-મોટા માણસોને જમવાનું આમંત્રણ આપ્યું. પોતે પણ સારો એવો ધનિક હતો. પાટલા ગોઠવાઈ ગયા. બધા જમવા માટે બેસી ગયા છે. દૂધપાક તૈયાર છે. શેઠ રસોઈયાને હુકમ કરે છે પેલું દૂધપાકનું તપેલું લાવ. રસોઈયો લેવા માટે જાય છે પરંતુ તપેલું લાવતાં બધો દૂધપાક ભઠ્ઠીમાં ઢોળાઈ જાય છે. શેઠ એકદમ છલાંગ મારી અને જઈને એકદમ રસોઈયાનો હાથ પકડયો અને કહ્યું કે ભાઈ તું કયાંય દાઝયો નથી ને ! ભલે દૂધપાક ઢોળાઈ ગયો. બધા તો આ સાંભળીને છકક થઈ ગયા. બધાને તો એમ હતું કે હમણાં રસોઈયાને બે ચાર લાફા લગાવી દેશે. પરંતુ તેના સ્વભાવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108