________________
છે. જેમ ધર્મ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગલ છે તેમ સ્વભાવની સૌમ્યતા પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગળ છે. સાધના-શાંતિ આપે તે સાધુ.
સંત કોને કહેવાય? શાંતિ પમાડે તે સંત કહેવાય. સાધના કરાવે તે સાધુ. આપણે સાધુ-સંત કહીએ છીએ. એટલે સાધના અને શાંતિ બન્નેને આપનાર. એક મહાત્મા હતા. રાત-દિવસ જગતનું કલ્યાણ કરનારાઓના પણ કેટલાક નિંદકો હોય છે. આ મહાત્મા ગામમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાં કોઈક ઓટલા પર બેઠેલો એક માણસ બોલી ઉઠયો. જો ભામટો નીકળ્યો જો ઠગારો નીકળી પડયો. જોને પોતાનો પરિવાર વધારવા નીકળી પડયો છે. સંત મહાત્મા બહુ જ સંતોષી હતા. બહુજ શાંત હતા તેથી તેમણે વિચાર કર્યો કે ભલે તે બોલ્યો મને મારી તો નથી નાખ્યો ને? સંતની કેવી સૌમ્યતા
ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિયને જીતવી અતિદુષ્કર છે. ગુપ્તિમાં મનોગુપ્તિને જીતવી દુષ્કર છે અને વ્રતમાં બ્રહ્મચર્યવ્રતન જીતવુ દુષ્કર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org