________________
છે. વૃદ્ધાવસ્થા આવી. આવા ભોજન ખૂબ ભાવવા લાગ્યા. એટલે આચાર્ય આસક્તિથી તે ભોજન કરવા લાગ્યાં. ત્યાં કાળરાજાનું એલાર્મ વાગ્યું. આચાર્યશ્રી કાળ કરી ગયા. મથુરા નગરીની બહાર એક મોટી ગટર છે, સાધુઓ રોજ ત્યાં અંડિલ જવા જતા. હવે સાધુઓ ત્યાં જાય છે અને એક વિકરાળ આકૃતિ દેખાય છે. આ રીતે આઠ-દસ દિવસ સુધી ચાલ્યું. સાધુઓ તો ડરી ગયા. પણ પછી બધાએ ભેગા થઈને નિર્ણય કર્યો કે આજે તો આપણે બધા સાથે ત્યાં જઈએ. બધા સાથે મળીને જાય છે. પેલી વિકરાળ આકૃતિ કે જેના મોંમાથી મોટી જીભ બહાર નીકળીને લપકારા મારી રહી છે તે દેખાય છે. સાધુઓ હિંમત એકઠી કરીને પૂછે છે કે તમે કોણ છો ? અને અમને બધાને શા માટે બીવડાવો છે ? ત્યાં પેલી વિકરાળ આકૃતિ બોલી કે “હું તમારો ગુરૂ આર્ય મંગુ છું.'' તમને બીવડાવવા માટે નથી આવતો, પણ ઉપદેશ આપવા આવ્યો છું કે રસનેન્દ્રિયની લાલસા છોડી દો. એ લાલસાથી હું ગટર પર વ્યંતર દેવ તરીકે ઉત્પન્ન થયો છું. તમારી પણ આવી દશા ન થાય માટે તમને ચેતવવા આવ્યો છું, તમે બધા તરત જ અહીંથી વિહાર કરી દો. અને ભવિષ્યમાં પણ જીભના સ્વાદમાં આસક્તિ કરતા નહિં.
આવા આર્ય મંગુ જેવા જ્ઞાની યુગપ્રધાનની પણ જો આવી દશા થાય તો પછી આપણી કેવી દશા થશે ? બે કામ જીભને..
જીભને ભગવાને બે કામ સોંપ્યા છે. એક ખાવાનું અને બીજું બોલવાનું જે માણસને જીભ પર કાબૂ નથી હોતો, તેના જીવનમાં સદાચાર, તપ કે ત્યાગ કંઈ નહીં જોવા મળે. આ બધા ઝઘડા થાય છે તે શેનાથી? એક જીભથી જ ને ! અરે હાડકાં વિનાની આ જીભ અનેકના હાડકાં ભંગાવતા વાર નથી લગાડતી.
એક વખત દાંત અને જીભ વચ્ચે સંવાદ થયો. દાંતે જીભને કહ્યું કે જીભ ! તું છાનીમાની બેસ. કારણ કે તું બત્રીસ રાક્ષસોની વચ્ચે રહેલી છે જો અમારા બત્રીસેની વચ્ચે આવી જઈશ તો કચરાઈ જઈશ. ત્યારે જીભ કહે છે અને રાક્ષસો ! તમે પણ સીધા ચાલજો , નહીંતર તમને બધાને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org