________________
શ્રાવણ સુદ ૯
પરિશીલનથી પ્રાપ્તિ...
ઘાસ દૂધ બન....
ધર્મને જીવનમાં એવી રીતે વણવો જોઈએ કે આપણા જીવનમાંથી કોઈને ધર્મની જ પ્રાપ્તિ થાય અને તોજ આપણને ધર્મ મળવો સુલભ બને. પણ જો આપણાથી બીજાને અધર્મની પ્રાપ્તિ થાય તો ધર્મ મળવો પણ દુર્લભ બની જાય. વ્યાખ્યાન કયારે બરાબર પચે ? જો તેનું વારંવાર પરાવર્તન ચિંતન થાય તો જ એનું સાચું રહસ્ય સમજાય. ગાય પણ પહેલાં ઝડપથી ખાય છે અને પછી નિરાંતની પળોમાં તેને વાગોળતી હોય છે ત્યારે જ આપણને દુધની પ્રાપ્તિ થાય છે. ભગવાન વજસ્વામી શેમાંથી બન્યા જાણો છો... એક જ વાતનું પ0 વાર પરિશીલન કર્યું... અને તેનાથી પદાનુસારિણી લબ્ધિ મેળવી.
ગૌતમસ્વામિ અષ્ટાપદે....
એકવાર ભગવાને દેશનામાં કહ્યું કે જે પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર જાય છે તે તે જ ભવમાં મોક્ષે જાય છે. ગૌતમસ્વામીને થયું કે ભગવાન મને કહે છે કે ગૌતમ તુ તદ્ભવ મોક્ષગામી છે. તો લાવને હું હવે મારી લબ્ધિથી અષ્ટાપદ પર જાઉં અને ખાતરી કરૂં. તેથી સૂર્યનું કિરણ પકડીને અષ્ટાપદ પર પહોંચ્યા અને ત્યાં ‘જગચિંતામણી' સ્તોત્રની રચના કરી. પછી દર્શન કરીને પોતે એક વૃક્ષની નીચે બેઠા છે. ત્યાં દેવો દર્શન કરવા માટે આવે છે. તેમાં કુબેરભંડારી દેવ પણ છે. ગૌતમસ્વામી દેશના આપે છે તેમાં દેવ-ગુરૂનું સ્વરૂપ સમજાવે છે. ગુરૂનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે ગુરૂ નિષ્પરિગ્રહી હોય, તપસ્વી હોય, લુખ્ખું-સુકું ભોજન કરનારા હોય... વગેરે. આ વર્ણન સાંભળીને કુબેરદેવને ગૌતમસ્વામીની હ્રષ્ટ-પુષ્ટ કાયા જોઈને હસવું આવે છે. ગૌતમસ્વામી હંમેશાં છટ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. પરંતુ ભગવાનના આશીર્વાદથી, જ્ઞાનથી, સમતાથી અને પ્રસન્નતાથી એમનું શરીર હૃષ્ટ-પુષ્ટ હતું... કંઈ ખોરાકથી તેમનું શરીર વધેલું નહોતું. પ્રસન્નતા
Jain Education International
For Private & Personal Use Only
–
www.jainelibrary.org