Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 86
________________ ૭૩ પર લટકાવી દઈ નિરાશ દિલથી ત્યાં બેસે છે. રાજાની દાસીએ જોઈ લીધું કે આ કંડરીક મુનિ જ છે. રાજાને સમાચાર આપ્યા એટલે રાજા પોતે જ આવે છે. દૂરથી જ જોઈ લીધું કે કાંઈક ગરબડ છે. કંડરીકને ઘણું સમજાવ્યું પણ એ ન માન્યા અંતે પુંડરીક એને રાજ્ય ગાદીએ બેસાડીને પોતે ચારિત્ર લે છે. આ બાજુ કંડરીક ચારિત્ર છોડી રાજમહેલમાં આવેલા એટલે પરિવારના લોકો પણ એને તિરસ્કારથી જોઈ રહ્યાં છે. કોઈ એમનું માનતું નથી. કંડરીકે તેજ દિવસે ખૂબ રસપૂર્વક કરાંજી-કરાંજી ને ખાધું. પણ પચ્યું નહિ. રાતે પેટમાં ભયંકર શૂળ ઉપડી. એક તરફ પેટની વેદના અને બીજી બાજુ રાજ્યના માણસોનો અનાદર. બન્ને બાજુથી યાતના ભોગવતા કંડરીક અતિ તીવ્ર અશુભ અધ્યવસાયે ચડે છે. એ વિચાર કરે છે કે આ વેદનામાંથી મુક્ત બનું તો સવારે આ બધાને મારીને ઠીક કરીશ. આવા લેશયુક્ત પરિણામમાં જ મૃત્યુ પામી સાતમી નરકે પહોંચી ગયા. અને પુંડરીક આરાધના કરીને સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ઉત્પન્ન થયાં. પછી મોક્ષમાં જશે. આ પ્રમાણે દેશનામાં ગૌતમસ્વામી કુબેરને કહે છે કે ભાઈ શુભઅશુભનું ધ્યાન એ પુણ્ય-પાપનું કારણ છે. શરીર પરથી કાંઈ નિર્ણય થઈ શકતો નથી. પણ અધ્યવસાય પર બધો આધાર રાખે છે. સાધુની કાયા એ તો બહારનું સ્વરૂપ છે, જ્યારે ધ્યાન એ અભ્યત્તર સ્વરૂપ છે. દેશના પુરી થાય છે. ગૌતમસ્વામી પોતે નીચે આવે છે. કુબેર પણ ત્યાંથી ચાલ્યા ગયાં. આ વાતનું સાથે રહેલા દેવોમાંથી એક દેવે ૫૦૦ વખત પરિશીલન કર્યું. અને એ દેવ ત્યાંથી ચ્યવને વજસ્વામી બને છે. ઉત્તમ પરિશીલનથી પણ માણસમાં કેવા સંસ્કારો રેડાય છે. વ્યાખ્યાન શ્રવણ પછી ચિંતન ખૂબ જ જરૂરી છે. પણ આપણે તો શ્રવણથી જ અટકી ગયા છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108