________________
૬ ૨
પોતાની જીભ કાપી નાખવાની... આ શરત પર્વતની માતાએ સાંભળી. તેમણે એકાંતમાં પર્વતને બોલાવીને કહ્યું કે બેટા ! તે બહુ ઉતાવળ કરી. તારા પિતાજીએ અજ એટલે ડાંગર અર્થ કરેલો જે મેં પણ ઘરકામ કરતાં સાંભળેલો. હવે શું થશે ! મા પણ પુત્રમોહના કારણે ગુપ્ત - રીતે વસુરાજા પાસે જાય છે. આ બધી વિવાદની વાત કરે છે અને ખોટી સાક્ષી આપવા - દબાણ કરે છે. વસુરાજાની એ વખતે સત્યવાદી તરીકે પ્રસિદ્ધિ હતી. અને તેનું સિંહાસન સ્ફટિકની શિલા પર રહેતું. જોનારને તો એ આકાશમાં જ છે તેમ લાગતું. લોકોમાં તો એવી જ પ્રસિદ્ધિ હતી કે સત્યના પ્રભાવથી - વસુરાજાનું સિંહાસન ધરતીથી અધ્ધર રહે છે. બીજા દિવસે રાજસભામાં નારદ અને પર્વત આવે છે. બન્નેના પક્ષો રજૂ કરવામાં આવે છે. સભ્યો તરીકે રહેલા પુરૂષો રાજાને કહે છે કે હે રાજન્ ! તમે સત્યવાદી છો, માટે જે હોય તે સત્ય કહો ! ત્યારે જીવનમાં કયારેય પણ જૂઠ નહીં બોલનાર વસુરાજા ખોટી સાક્ષી આપે છે કે ગુરૂજીએ અજ એટલે બકરો અર્થ કરેલો... બસ આટલું જ બોલતાંની સાથે નજીક રહેલા કુલદેવતાઓ કોપાયમાન થયા અને રાજાને સિંહાસન પરથી નીચે પટકયો... લોહીનું વમન કરતો રાજ તત્કાળ જ નરકગામી થયો. એટલું જ નહીં તેની રાજગાદીએ આવનાર તેના આઠ આઠ વંશજો સુધી દરેક રાજા આ રીતે જ મૃત્યુ પામીને નરકગામી થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org