Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 74
________________ અધ્યયન કરીને રાત્રિના સમયે થાકેલા એવા બધા અગાશીમાં સૂતા છે ત્યાં અચાનક આચાર્યના કાને ચારણમહર્ષિનો અવાજ સંભળાય છે કે આ ત્રણ વિદ્યાર્થીઓમાંથી એક સ્વર્ગગામી છે અને બે નરકગામી . આ સાંભળતાં જ આચાર્ય વિચાર કરે છે કે આ ત્રણમાંથી કોણ બે નરકમાં જશે અને કોણ સ્વર્ગમાં જશે ? આની ખાતરી કરવા માટે સવારે આચાર્યો લાખથી ભરેલો અને લોટથી બનાવેલો એક-એક કૂકડો ત્રણેને આપ્યો અને કહ્યું કે જ્યાં કોઈ ન જુએ ત્યાં આનો વધ કરવો. ત્રણે જણા કૂકડો લઈને નિર્જન સ્થાનમાં જવા નીકળે છે. વસુ અને પર્વત કોઈ નિર્જન પ્રદેશમાં જઈને કૂકડાનો વધ કરે છે. નારદ પણ નિર્જન સ્થાને જાય છે. પરંતુ ત્યાં ગયા પછી વિચારે છે કે આ કૂકડો પોતે જૂએ છે, હું જોઉં છું, જ્ઞાની ભગવંતો જૂએ છે. વિદ્યાધરો જૂએ છે. તેથી આનો વધ કેમ કરાય? વળી પૂજ્યો કયારેય આવો હિંસક આદેશ આપે જ નહિં. નકકી આમાં કાંઈ રહસ્ય હશે. તેથી વધ કર્યા વિના જ પાછો ફરે છે. ત્રણે જણા આચાર્ય પાસે આવે છે. વસુ અને પર્વત ને આચાર્ય ખૂબ ઠપકો આપે છે. આના પરથી આચાર્ય જાણી લે છે કે મારો પુત્ર તથા રાજકુમાર બન્ને નરકગામી . પોતાના પુત્રને નરકગામી જાણીને એમને પોતાને સંસાર પર વૈરાગ્ય જાગે છે. પોતે સંસાર છોડી દે છે. ઘણા વર્ષો વહી ગયાં, વસુ રાજા બને છે અને નારદ પોતાના સ્થાને ચાલ્યો જાય છે તથા અધ્યાપકંસ્થાને પર્વત આવે છે. વિદ્યાર્થીઓ પર્વત પાસે ભણવા આવે છે. એક દિવસ નારદ ફરતા ફરતા ત્યાં આવી ચડયા છે. પર્વત વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે તેમાં અજા શબ્દનો અર્થ બકરો કરે છે, વાત એમ ચાલી રહી છે કે યજ્ઞમાં અજનો હોમ કરવો જોઈએ. અજાના બે અર્થ છે. ગૌણ અર્થ છે અજ એટલે ફરી નહીં ઉગતી ત્રણ વર્ષની જૂની ડાંગર. અને મુખ્ય અર્થ છે બકરો. આચાર્યે અજ એટલે ત્રણ વર્ષની જૂની ડાંગર અર્થ કરેલો. અહીં તેણે બકરી અર્થ કર્યો. બન્ને વચ્ચે વિવાદ થયો. પર્વત કહે ગુરૂજીએ બકરો અર્થ કર્યો. બન્ને વચ્ચે વિવાદ થયો. પર્વત કહે ગુરૂજીએ બકરો જ અર્થ કરેલો. જ્યારે નારદ કહે ડાંગર કરેલો. આ બન્ને જણાએ શરત કરી કે આપણા સાક્ષી તરીકે વસુરાજા. તેમની પાસે જઈએ. શરતમાં જે હારે તેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108