________________
શ્રાવણ સુદ ૪
પાયાનાં તત્ત્વો દયા....
ધર્મ જ્યારે સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ ત્યારે ખ્યાલ આવે કે ધર્મ જગતને શાંતિ આપે છે. કોઈ પણ જીવને પીડા કરવી એ ધર્મ નથી. અહિંસા વગેરેની ઉપાસના એ ભગવાનની ઉપાસના છે.
दया धर्मका मूल है, पाप मूल अभिमान, तलसी दया न छांडिये, जब लग घटमें प्राण.
દયા એ ધર્મનું મૂળ છે. ધર્મની માતા છે. પાપનું મૂળ અભિમાન છે. તુલસીદાસ આ પ્રમાણે કહે છે. જ્યાં સુધી આત્મામાં પ્રાણ છે. ત્યાં સુધી ધર્મ છોડશો નહિં.
ધર્મનાં મૂળ પાયાનાં તત્ત્વો - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહતા. આ મહત્ત્વના પાંચ તત્ત્વો છે. સાધુ ધર્મના આ પાંચ મહાવ્રતો છે. અહિંસા..
આખા ભારતવર્ષની અંદર પતંજલિએ રચેલ યોગગ્રન્થ પ્રખ્યાત છે. એમાં આ પાંચ તત્ત્વની વ્યાખ્યા બહુ સરસ કરેલી છે. અહિંસા - જેની અહિંસાની સાધના પરાકાષ્ઠાએ પહોંચેલી હોય એવી વ્યક્તિની પાસે જતાં બીજા માણસના બધા વૈરવિકારો નષ્ટ થાય છે. વૈરભાવના જ દૂર થાય છે. જો સમાગમ માત્રથી આવા દૂષણોથી બચી જવાતું હોય તો જીવનમાં અહિંસા આવે તો જીવન કેટલું પવિત્ર બની જાય !
ભગવાન મહાવીરની અહિંસાની સાધના પરાકાષ્ઠાએ પહોંચેલી હતી. તેથી સમવસરણમાં વાઘ અને બકરી બન્ને સાથે બેસતા હતા. સત્ય.....
જે માણસની સત્યની સાધના પરાકાષ્ઠાએ પહોંચેલી હોય તેનામાં વચનસિદ્ધિ પ્રગટ થાય છે. અરે તે મૂંગા માણસના મસ્તક પર હાથ મૂકે તો તે પણ બોલતો થઈ જાય. આવી સિદ્ધિ તેનામાં પ્રગટે છે. જેમાં યુધિષ્ઠિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org