Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 70
________________ પ૭ રહેલું પાણી ઝર્યા કરે છે પણ તાંબાના ઘડામાં રહેલા પાણી નું એક બિંદુ પણ બહાર ન આવે તેમ સાંભળનાર આચાર્ય મહારાજ તાંબાના ઘડા જેવા હોવા જોઈએ. ડોક્ટર કોઈ પણ દુઃખને ઓપરેશનથી બહાર કાઢે છે તેમ આલોચના મનમાં રહેલા પાપને બહાર કાઢે છે. પ્રતિક્રમણમાં "દેવસિએ આલોઉં? ” એ પાઠ આવે છે ત્યાં પહેલાના જમાનામાં શિષ્યો દિવસ દરમ્યાન લાગેલા પોતાના દોષો ગુરૂમહારાજને કહે, આલોચના - સૂક્ષ્મબુદ્ધિથી... એક ગામમાં ઉપાશ્રયમાં કેટલાક સાધુ ભગવંતો બિરાજમાન છે. ત્યાં કોઈ ગીતાર્થ ગુરૂમહારાજ પધારે છે. રાત્રે પ્રતિક્રમણના સમયે એક પછી એક સાધુમહારાજ ગુરૂમહારાજ પાસે આવીને આલોચના માંગે છે. પણ ગુરૂમહારાજ જ્ઞાની નહોતા. તેથી તે શિષ્યોને કહેતા કે વાહ આ શિષ્યો કેવા સરળ છે? પોતાના બધા દોષો કહી દે છે. આમ આ શિષ્યો રોજ એની એ ભૂલ કરે અને રોજ ગુરૂમહારાજ પાસે આવીને કહે. આમ બે-ત્રણ દિવસ ચાલ્યું. ગીતાર્થ ગુરૂમહારાજ આ જૂએ છે પોતે સૂક્ષ્મબુદ્ધિથી વિચારે છે કે આ રીતે દોષોનું પ્રાયશ્ચિત ન હોય. આમ કરતાં તો આખો સંઘાડો ખલાસ થઈ જશે. તેઓ બધા સાધુમહારાજને ભેગા કરે છે અને એક દૃષ્ટાંત આપે છે. એક નગરમાં એક માણસ રહેતો હતો. તે અગ્નિદેવનો ભક્ત હોવાથી અગ્નિદેવને ખુશ કરવા માટે રોજ કંઈકને કંઈક સળગાવીને દેવને તર્પણ કરતો હતો કોઈ દિવસ ઘાસનો પૂળો, કોઈ દિવસ જીર્ણ-શીર્ણ થયેલું મકાન વગેરે. રાજા પણ તેની અગ્નિદેવ તરફની ભક્તિને પ્રોત્સાહન આપતો હતો છેવટે એક વખત એવો આવ્યો કે તેણે એક ઝુંપડી સળગાવી પવન ફૂંકાયો અને આગ કાબૂમાં રહી નહીં, આખો મહોલ્લો બળીને સાફ થઈ ગયો. આ રીતે ગીતાર્થ ગુરૂમહારાજ કહે છે કે શિષ્યોને દોષોનું પ્રાયશ્ચિત આપવાને બદલે તમે તો રોજ એમના પાપને પ્રોત્સાહન આપો છો. આજે એક શિષ્ય કરશે. કાલે બીજો શિષ્ય એનાં એ પાપો કરશે. જેમ પેલો મહોલ્લો બળીને ખાખ થઈ ગયો તેમ તમારો આખો સમુદાય ખલાસ થઈ જશે. આ રીતે સૂક્ષ્મબુદ્ધિવાળા ગીતાર્થ ગુરૂમહારાજે બીજા છીછરી બુદ્ધિવાળા સાધુમહારાજને બોધ આપ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108