Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 77
________________ ૬૪ શ્રેણિક મહારાજ ફરવા માટે નીકળે છે. આમ તો ભગવાનની દેશના સાંભળવા જતા હતા. ભગવાનની સેવામાં એક કરોડ દેવો ઓછામાં ઓછા ત્યાં હાજર હોય. ભગવાનને એવો અતિશય હોય છે ગમે તેટલા દેવો હોય પણ ત્યાં સમાઈ જાય. ત્યાં રસ્તામાં એક યુવાન પુરૂષ સાધુનો વેશ અંગીકાર કરીને ધ્યાનમાં ઉભેલો છે. શ્રેણિક મહારાજની નજર ત્યાં ગઈ. તેથી તેમણે પોતાના વાહનમાંથી ઉતરીને ત્યાં જઈને સાધુમહાત્માને નમસ્કાર કર્યા. એ કાળની વિશિષ્ટતા કહો કે ગમે તે, પણ ગમે ત્યાં સાધુમહારાજને જુએ કે રાજા જેવો રાજ પણ નમી પડતો. શ્રેણિક મહારાજે એમને પૂછયું કે ભગવદ્ આપે આટલી નાની ઉંમરમાં આ માર્ગ કેમ સ્વીકારી લીધો? સંસાર ભોગવ્યા પછી નીકળવું હતું ને. તમારું નામ શું ? સાધુ મહારાજ કહે છે - રાજનું મારું નામ “અનાથિમુનિ' છે. રાજા કહે કેમ તમે કયાં અનાથ છો. આખા દેશનો રાજ એવો હું અહીં બેઠો છું તમે અનાથ કેવી રીતે ? મુનિ કહે હું એકલો નહીં તમે પણ અનાથ છો. આ સાંભળી રાજા કહેવા લાગ્યો કે મુનિ મહારાજ આપનું કથન સમજાતું નથી. તેથી મુનિએ કહ્યું કે રાજન્ ! સાંભળો : હું એક દેશનો રાજકુમાર છું, યુવાન વયમાં આવ્યો ત્યારે મારા જીવનમાં એક મોટો વ્યાધિ લાગુ પડયો. વ્યાધિ દૂર કરવા વૈદ્યો, હકીમો બધા છૂટી પડયા. કોઈ ઈલાજલાગુ પડતો નથી. મા-બાપ બધા રડે છે. જુવાન પત્ની પણ રડે છે પરંતુ મારી પીડામાં ભાગ પડાવનાર કોઈ નથી. બસ તરત જ મને વિચાર આવ્યો કે આ સંસાર અસહાય છે. કોઈ કોઈના દુઃખોમાં ભાગ પડાવી શકતું નથી. જીવે જે કર્મ બાંધ્યાં હોય તે તેણે જ ભોગવવા પડે છે. જે કરજ કરે તેણે જ તે કરજ ચૂકવવું પડે છે. મારી કોઈ નાથ નથી. મને વિચાર આવ્યો કે જીવનમાં સાચા નાથ કોણ ? સંભારવામાં છેલ્લા, ભૂલવામાં પહેલા... જ્યારે આપણને દુઃખ પડે ત્યારે આપણે ભગવાનને સંભારીએ છીએ. માણસ જીવનમાં ભગવાનને ક્યારે યાદ કરે છે ? સૌથી પહેલા કે સૌથી છેલ્લા? જ્યારે કોઈ જ આધાર ન રહે ત્યારે ભગવાનને યાદ કરે છે અને જ્યારે આધિ-વ્યાધિ-ઉપાધિ ટળી જાય એટલે સૌથી પહેલાં ભૂલીએ છીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108