________________
૫૫
તેને ઠપકો આપવો જોઈએ. તેને લાઈન પર લાવવો જોઈએ. ધર્મને સમજો....
એક માણસ હતો. મુંબઈમાં રહેતો હતો. તેણે કોઈને પૈસા વ્યાજે આપ્યા હશે. તેની પાસે થી વ્યાજ રૂપે ચૂસી ચૂસીને ધન લઈ લીધું. છતાં લેણું માંગતો ને માંગતો સામેનો માણસ ખૂબ જ થાકી ગયો હતો. તેણે જઈને એક મહારાજ સાહેબને વાત કરી. આ ભાઈ દરરોજ સેવા-પૂજા-વ્યાખ્યાન સાંભળવા આવતા. મહારાજસાહેબે એ ભાઈને કહ્યું કે ભાઈ તે જેને પૈસા ધીર્યા છે તેની પાસેથી તે ખૂબ જ લીધું છે. તેનું જીવને તે ઝેરમય બનાવી નાખ્યું છે. માટે હવે તો તેને તારા લેણાંમાથી મુક્ત કર. ત્યારે તેણે કહ્યું કે મહારાજ! આપને એ વ્યવહારમાં પડવાની જરૂર નથી. કહો તો ભંડારમાં દસ હજાર નાખી દઉં. પરંતુ માફ કરવાની વાત નહીં. હવે આવા લોકોને શું કહેવુ? એ ધર્મ કેવો ? ભગવાનને દસ હજારની જરૂર નથી. જેને જરૂર છે તેને આપો ને
ત્યાણ કઠણ નથી પણ તે માટે
જ્ઞાન થવું કઠણ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org