________________
૫૪
વેપારનું કામ વૈશ્ય લોકોને આપેલું. અને બીજાં કામ એટલે કે સાફ-સફાઈ વગેરેનું કામ ક્ષુદ્રોને સોંપેલું. આ પ્રમાણે કામની વહેંચણી કરેલી હોવાથી દેશમાં ખૂબ જ સંપથી અને સુખેથી લોકો જીવતા. દેશનું તંત્ર બહુ સુંદર રીતે ચાલતું. આજે વર્ણવ્યવસ્થા ચાલી જવાથી, દેશમાં તોફાનનું જોર વધી ગયું
છે.
હક્કનો ઉપયોગ - સ્ત્રીએ કરેલું પાપ તેના પતિને પણ લાગે. જો પતિ તેને અટકાવે નહીં તો ચોક્કસ લાગે, પતિનો તેને અટકાવવાનો હક્ક છે. શિષ્ય ખરાબ કૃત્ય આચરે. અને ગુરૂ અટકાવે નહીં તો તે પાપ ગુરૂને પણ લાગે. તેમજ પ્રજા પાપ કરે અને તેને અટકાવે નહીં તો તે પાપ રાજાને લાગે. તેમજ રાજા પાપ કરે અને પુરોહિત અટકાવે નહીં તો તે પાપ પુરોહિતને લાગે, કારણ જે લોકોને અટકાવવાનો હક્ક છે, છતાં આંખ આડા કાન કરે તો તે પાપ લાગ્યા વગર તેને ન રહે. અનીતિના ધન્યવાદ નહીં....
એક વખત કોઈ ગામમાં બાપ-દીકરો રહેતા હતા એક વખત દુકાન પરથી ઘેર જતાં બાપે દીકરાને કહ્યું કે જો બેટા હું ઘેર જાઉં છું. તું જલ્દી આવજે. બાપ ઘેર ગયો. ઘેર જઈને દીકરાના આવવાની રાહ જોઈ, પરંતુ દીકરાને આવતાં ઘણી વાર લાગી બાપે જમી લીધું. દીકરો આવ્યો, બાપે પૂછયું કેમ બેટા આટલી વાર લાગી ? દિકરો આનંદમાં આવીને કહેવા લાગ્યો: બાપા જે પેલો જૂનો માલ પડ્યો હતો ને તે માલ કોઈક ભોળો ઘરાક આવી ગયો છે તેને ભટકાડી દીધો. અને ખૂબ નફો થયો. આ સાંભળી ને બાપે શું જવાબ આપવો જોઈએ ? અત્યારે તો પિતા હોય તો એમ જ કહે કે બેટા તે બહુ સારું કર્યું. તું હવે દુકાન ચલાવવાને યોગ્ય છે. આ ધર્મનો આભાસ છે. શું કોઈને છેતરીને મેળવેલું ધન ટકી રહેવાનું છે ? એ બાપે શું જવાબ આપ્યો ? જાણવું છે? એમણે કહ્યું : બેટા તું દુકાન ચલાવવાને યોગ્ય નથી. તે કોઈને નથી છેતર્યો. પરંતુ તું જ છેતરાયો છે. અનિતિથી મેળવેલું ધન ટકી શકે જ નહીં. જેના હૃદયમાં સાચો ધર્મ વસેલો હોય તેનો આ જવાબ હોય. દીકરો કોઈ ખોટું કામ કરે તો બાપની ફરજ છે કે તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org