________________
૫૧ મોટો થયો પરંતુ મોટો થયો, કે એનું આયુષ્ય ઘટયું? ઈચ્છા આકાશ જેટલી..
ઉત્તરાધ્યયન સૂત્રમાં ઈન્દ્ર અને નમિનો સંવાદ આવે છે. એમાં ઈન્દ્ર મહારાજ સવાલ પૂછે છે – સંયમની કેડી પર પગલા ભરતાં નમિરાજા એના એટલા જ સુંદર જવાબ આપે છે. ઈન્દ્ર મહારાજ કહે છે કે તમે ઘનભંડાર પૂરા ભરીને જાઓ, ત્યારે નમિરાજા કહે છે – મહારાજ માણસની તૃષ્ણા હંમેશાં વધે છે. તે ક્યારેય પૂરી થતી નથી. સુબૂમ ચક્રવર્તિ થઈ ગયો. પૃથ્વી પર વધારેમાં વધારે બુદ્ધિશાળી ચક્રવર્તિ હોય છે. સુભૂમે છ ખંડ જીત્યા હજુ પણ તેની તૃષ્ણા પૂરી ન થઈ. તેથી બીજા છ ખંડ જીતવા માટે તૈયારી કરે છે. વિમાન તૈયાર કરે છે. સોળ હજાર દેવો તેને ઉપાડીને લવણ સમુદ્રની ઉપરથી જઈ રહ્યા છે. ત્યાં એક દેવને વિચાર આવે છે કે આટલા બધા દેવો આ વિમાનને ઉપાડીને જઈ રહ્યા તો હું એક હાથ છોડી દઈશ તો શું વાંધો? એમ વિચારીને હાથ ખસેડી લે છે. ત્યાં એકી સાથે ૧૬૦૦૦ દેવોને પણ એ જ પ્રમાણેનો વિચાર આવે છે. એટલે એકી સાથે બધા હાથ ખસેડી લે છે. વિમાન તરત જ સમુદ્રમાં પડે છે. તૃષ્ણાની લાયમાં આ ચક્રવર્તિ મરીને સાતમી નરકે જાય છે. ભગવાને શ્રાવકના વ્રતમાં બતાવેલું છે ને ! પરિગ્રહ પરિમાણવ્રત, સંપત્તિની મર્યાદા. જો એ ન બની શકે તો તમે તમારી ઈચ્છાનું તો પરિમાણ કરો. ઈચ્છા આકાશ જેટલી અનંત છે. આ ઈચ્છાને મર્યાદા લાવવા માટે જ ભગવાને ઈચ્છાપરિમાણ વ્રત બતાવ્યું છે. આજે માણસ એટલી બધી લોભ દશામાં જીવી રહ્યો છે કે એની કોઈ વાત જ થાય તેમ નથી, ‘લાભ' અને “લોભ' એ બન્નેમાં એક જ માત્રા વધારે છે. માટે લોભ હંમેશા આગળ રહે, ને જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય.
- આ બાજુ નાની વહુની આવી વાતો સાંભળીને રાજસભા આખી ચકિત થઈ ગઈ. રાજાએ બાઈને કહ્યું કે બાઈ, તે તો મને બહુ મોટા પાપમાંથી બચાવી લીધો. તું તો મારી ગુરૂ છે. મંત્રીને રજા આપી દીધી. સૂક્ષ્મબુદ્ધિથી ધર્મ...
માણસમાંથી ગંભીરતા જવાથી માણસ છીછરાપણાને લીધે વધારે પરેશાન થાય છે. એક માણસે અભિગ્રહ લીધો કે મારે માંદાની સેવા ચાકરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org