________________
૫૦ વૈભવરૂપી પવન ખેંચી જાય છે. મંત્રીએ કહ્યું કે એ ધન આપણે પડાવી લઈએ. પરંતુ જો અચાનક છાપો મારીશું તો લોકમાં નિંદાપાત્ર બનીશું. માટે મંત્રી એક યુક્તિ બનાવે છે અને રાજાને કહે છે કે શેઠને આપણે ત્યાં નિમંત્રણ આપીએ. અને એક પ્રશ્ન પૂછીએ. જો એ જવાબ આપે તો ભલે, નહીંતર કહેવાનું કે જો ભાઈ ! સંપત્તિ તો બુદ્ધિથી જ સચવાય, બુદ્ધિ વગર સંપત્તિ સાચવી શકાય નહીં. માટે તમારી સંપત્તિ રાજ્યના ધનભંડારમાં મોકલી દો. શેઠને બોલાવે છે અને વાત રજૂ કરે છે. શેઠ તો આ સાંભળીને ચમક્યા. મંત્રી પ્રશ્ન પૂછે છે કે હંમેશા વધે છે શું અને ઘટે છે શું ? નાની વહૂનો જવાબ...
શેઠ એક દિવસની મુદત માગે છે. ઘેર આવે છે. શેઠ તો ઢીલાઢસ થઈ ગયા. હવે કરવું શું? ઘરના લોકો પૂછે છે. બધી હકીકત કહે છે. કોઈને કાંઈ સૂઝતું નથી, ત્યારે નાની વહુ કહે છે કે સસરાજી તમે જરાયે ગભરાશો નહીં. રાજસભામાં કહેજો કે મારી નાની વહુ જવાબ આપશે. શેઠ બીજા દિવસે રાજસભામાં જાય છે. આ પ્રમાણે કહે છે. ત્યાં નાની વહુ હાથમાં ઘાસનો પૂળો અને દૂધનો કટોરો લઈને દાખલ થાય છે. અને રાજાને કહે છે કે રાજન્ ! જવાબ આપવો એ નાની સૂની વાત છે. પરંતુ તે પહેલાં લો આ દૂધનો કટોરો પીઓ. રાજા કહે છે કે અરે છે શું ? શું રાજસભામાં દૂધ પીવાય ? ત્યારે નાની વહુ કહે કે રાજન્ ! તમે હજી નાના બાળક છો કારણ નાના બાળકમાં બુદ્ધિ ન હોય. લાંબી સમજણ પણ ન હોય માટે તમે હજુ દૂધ પીતા છો અને પેલો પૂળો પેલા મંત્રી પાસે મૂકે છે અને કહે છે, કે આ મંત્રી બુદ્ધિનો બૅલ (બળદો છે. માટે આ પૂળો તેને ખાવા માટે લાવી છું. ગભરાયા વગર બધું બોલે છે. રાજા વિચારે છે કે આ બધું શું છે ? વહુને પૂછે છે, વહુ કહે છે કે રાજ! આપને કુબુદ્ધિ સુઝાડનાર આ મંત્રી છે. મંત્રીમાં બુદ્ધિ નથી. કારણ રાજાએ તો પ્રજાની સંપત્તિ જોઈને રાજી થવું જોઈએ. પડાવી લેવાની વૃત્તિ ન રાખવી જોઈએ. તેમજ તમારા પ્રશ્નનો જવાબ સાંભળો. તૃષ્ણા હંમેશા વધે છે. એ ક્યારેય ઘટતી નથી. હમેશાં ઘટનારી ચીજ “આયુષ્ય'. જે હંમેશા ઘટતું જ રહે છે મા-બાપ જાણે કે છોકરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org