________________
શ્રાવણ સુદ ૧
| અક્ષુદ્રતા પિત્ત જેવો...
ખરેખર ! આ જીવનમાં કમાવા લાયક ચીજ હોયતો ધર્મ જ છે... ધર્મરૂપી ઝવેરાત મેળવવું મહાદુર્લભ છે. આજે જીવનમાં જે છીછરાપણું છે તેને લીધે માણસ પોતાનામાં રહેલા ઉત્તમ ગુણોનું અવમૂલ્યાંકન કરી રહ્યો છે. જ્યારે માણસને પિત્ત થાય અને પિત્ત જ્યાં સુધી વોમીટ થઈને બહાર ન નીકળે ત્યાં સુધી ચેન જ ન પડે. તેમ... જેનામાં આ છીછરાપણાનો ગુણ રહેલો છે. તે માણસ જ્યાં સુધી પોતે કરેલું સત્કાર્ય ગાય નહીં, ત્યાં સુધી તેને ચેન જ પડતું નથી. પ્રથમ અક્ષુદ્ર ગુણનું વર્ણન :
વિચારોમાં છીછરાપણું સ્વભાવથી પણ છીછરો, ધર્મકાર્યમાં પણ છછરો, જેનામાં આવી અવગુણ રહેલો હોય તે માણસ ધર્મને લાયક નથી. કરે અને બોલી બતાવે, આખું જગત મોટા ભાગે છીછરું જ છે. જીવનમાં ગંભીરતા લાવો. સમુદ્ર ગંભીર હોય છે. તે બધી નદીઓના પાણીને સમાવે છે. જ્યારે નાનાં ખાબોચિયાં છીછરાં હોય છે. તે પાણીને સંઘરી શકતા નથી. અત્યારે મોટા ભાગે માણસો છીછરા થઈ ગયા છે. કાંઈ પણ સત્કાર્ય કરશે એટલે એને એમ થશે કે ક્યારે હું બહાર બધાને કહું? જ્યારે ગંભીર માણસ દાન આપે કે કંઈ પણ ઉત્તમ કાર્ય કરે તો તેમનો ડાબો હાથ પણ ન જાણે. એક દિકરાને તેના બાપે કહેલું કે બેટા ધર્મકાર્યમાં કે ગમે ત્યાં પૈસા ખર્ચે તો પણ ક્યાંય નામ ન આપીશ. નામ તો ભગવાન સિવાય કોઈનું અમર થયું નથી અને થવાનું નથી. સ્વામિવાત્સલ્યની પ્રથા...
એક યુગમાં માણસો એવા સત્ત્વશાળી હતા કે કોઈ કંઈ પણ લેવા તૈયાર થતું નહીં. માણસો કહે અમારે દાન ધર્મ કરવો કઈ રીતે ? એટલે નવકારશીની, સ્વમિવાત્સલ્યન પ્રથા શરૂ થતા નવ કારસી વાંરવા માટે ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org