________________
અષાડ વદ ૧૫ (અમાવસ્યા)
ધર્મની યોગ્યતા સંસારે સહુ દુઃખી....
બધા માણસો સુખમાં ભાગીદાર થવા આવશે. જ્યારે એ જ માણસો દુઃખમાં આવે ત્યારે ? અરે ! સગો ભાઈ પણ દુઃખ આવતાં દૂર થઈ જાય છે. આવું સંસારનું સ્વરૂપ નજરે જોવા છતાં પણ મનુષ્ય એમાં જ રચ્યોપચ્યો રહે છે. કારણ સાંભળ્યા પછી ચિંતન નથી કરતો. જ્યારે માણસને આ સંસાર પર અજંપો પેદા થશે ત્યારે જ આ સંસારની ઘટમાળા પૂરી થશે. હેમચંદ્રાચાર્ય કહે છે... તું બીજાની હાલત જોઈને દુઃખી થાય છે. અહા ! બિચારા કેવા પીડાય છે. એ પ્રમાણે બોલે છે પરંતુ તને એમ કેમ ખ્યાલ નથી આવતો કે એવી બિચારા જેવી દશા તારી પણ થવાની છે. ગુણી ધર્મને લાયક....
જે માણસ ગુણમાં દરિદ્ર હોય છે. અર્થાત્ ગુણી હોતો નથી, તે ધર્મ કરવાને લાયક નથી. તે ધર્મ કરે તો પણ વિશિષ્ટ કોટીનો ધર્મ તેના હાથમ ન આવે. ગુણો સાથે જ ધર્મ વણાયેલો છે. આજે પૈસાદાર માણસો એમ માને છે કે ધર્મ કરવાની શી જરૂર છે? જે ગરીબ-બિચારા-બેકાર હોય તેમના માટે ધર્મ છે. બરાબરને? સામાન્ય ધનવાન માણસને જ્યારે ધર્મ સાંભળવાની ઈચ્છા થતી નથી તો દેવલોકમાં દેવસુખ ભોગવતા દેવોને ક્યાંથી થાય ? અને કદાચ કોઈ પૂર્વનો આરાધક દેવ હોય અને સાંભળવાની ઈચ્છા થાય તો પણ તેને કેટલું અંતર કાપીને અહીં આવવું પડે. માટે જ મહાપુરૂષો કહે છે જે ધર્મની સામગ્રી મનુષ્ય ભવમાં મળી છે, તે સામગ્રી કોઈ ભવમાં કે કોઈ લોકમાં નહીં મળે. પશુ જીવનમાં તો ધર્મની કોઈ શક્યતા જ નથી, માનવજીવનમાં પણ બે-ચાર ટકા માણસોને ધર્મ સાંભળવાની રૂચિ હોય છે. ૨૧ ગુણોથી યુક્ત હોય તે માણસ ધર્મ કરવાને લાયક છે. ૨૧ ગુણો.. ૧. અશુદ્ર - કુદ્ર ન હોય અર્થાત્ છીછરો ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org