________________
४७ ૨. રૂપાવાનું - પાંચ ઈન્દ્રિયોથી પરિપૂર્ણ હોય. ૩. પ્રકૃતિથી સૌમ્ય - સ્વભાવે શાંત, નમ્ર હોય. ૪. લોકપ્રિય - લોકોમાં પ્રિય હોય, ધર્મી માણસ મોટા ભાગે લોકોમાં પ્રિય
જ હોય છે. ૫. અક્રૂર – નિષ્ફર ન હોય દયાળુ હોય. ૬. પાપભીરૂ - પાપથી ડરનારો હોય. ૭ અશઠ - લુચ્ચો ન હોય. ૮ દાક્ષિણ્ય – શરમાળ હોય. બે આંખની શરમથી પણ માણસ સુધરી શકે. ૯. લજ્જાળુ - હું આમ કરીશ તો મારૂં ખરાબ દેખાશે. શાસ્ત્રકારો લજ્જાને
તો ગુણોની માતા કહે છે. લજ્જાવળો હોય. ૧૦. દયાળુ - દયા એ ધર્મની માતા છે. દયાળુ હોય. ૧૧. મધ્યસ્થ - પક્ષપાતી ન હોય દૃષ્ટિમાં સૌમ્યતા હોય. ૧૨. ગુણાનુરાગી - સૌ કોઈ બીજામાં દોષને જ જોતાં હોય છે. ગુણને ગ્રહણ
કરનારા વિરલા જ હોય છે. ગુણોનો અનુરાગી હોય. ૧૩. સત્કથા - સારી બેઠકવાળો, સત્સંગ વાળો. તેની પાસે જ્યારે જોઈએ
ત્યારે વાતો ચાલતી હોય. ૧૪. સુપક્ષથી યુક્ત હોય - અર્થાત્ એની આજુ બાજુ રહેનારા એટલે કે મિત્રો
વગેરે સુસંસ્કારી હોય. ““સોબત તેવી અસર.' ૧૫. વિશેષજ્ઞ - વિશેષ રીતે ધર્મને જાણનારો હોય. ૧૬. સુદીર્ઘદર્શ - હંમેશા વિચારીને પગલું ભરનારો હોય. ૧૭. વૃદ્ધાનુગ - વૃધ્ધોને અનુસરનારો, વડીલોની આજ્ઞાને માથે ચડાવનાર હોય. ૧૮. વિનીત - વિનયી હોવો જોઈએ. ““તસ્માત્ સર્વેષાં ગુણાનાં ભાજન
વિનય '' ગુણોરૂપી જે રત્નો છે, તે રત્નોને રાખવા માટેનું પાત્ર કયું?
વિનય એ રત્નો ને રાખવાનું પાત્ર છે. વિનયવાળો હોય. ૧૯. કૃતજ્ઞ - બીજાએ કરેલા ઉપકારને સમજનારો હોય. ઉપકાર પર અપકાર
કરનાર ન હોય. ૨૦. પરહિતચિંતક - બીજાનું હિત કરવાના સ્વભાવવાળો હોય. ૨૧. લબ્ધલક્ષ - લક્ષ બાંધીને ચાલનારો હોથ. જે માણસ કોઈપણ વાતનું
લક્ષ બાંધે તે તે મંજિલે પહોંચી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org