________________
४४ પડતો કાળ આવવાનો છે. સાધુ-સાધ્વી-સંત-મહાત્માઓ બૂમો પાડતા પાછળપાછળ ઘુમશે પરંતુ લોકો આગળ જ દોડશે. ગુરૂ ભગવંતો પોતાની વાણીરૂપી પાણી પાવા માટે પાછળ દોડશે. પરંતુ લોકો તે પાણીને પીએ નહીં શકે. ઘરેણાં જેવા મોટા આભૂષણો કોણ પહેરી શકે? જે શેઠીયા હોય એજ ને! ગરીબ માણસ કાંઈ પહેરી શકે ? તેમ જેની પાસે સગુણોરૂપી ઘરેણાં હશે ત્યાં જ ધર્મ આવશે, સદ્ગણોની સાથેનો ધર્મ દીપી ઉઠશે. પ્રદર્શન નહીં પણ દર્શન
આપણું આ જીવન પરમાત્માના દર્શનને માટે છે. જ્યારે આજે બધે પ્રદર્શન થઈ રહ્યું છે. વૈભવનું હો કે કપડાનું, ઘરેણાનુ હો કે રૂપનું. બસ
જ્યાં જોઈએ ત્યાં પ્રદર્શન, પ્રદર્શન. જગતના દરેક જીવો સ્વાર્થથી જ ભરેલા છે. જ્યારે પરમાત્મા એક જ એવા છે કે જે પરમાર્થથી ભરેલા છે. સૂરદાસ અંધ હતાં કોઈ એમ કહે છે કે એ અંધ જ હતા જ્યારે કેટલાક કહે છે કે એમણે કહેલું કે આ જગતના ચહેરા જોઈને શું કરવાનું ? બસ જગતના ચહેરા જોવા ન પડે માટે તેઓ આંખે પાટા રાખતાં. કેવળ પરમાત્માનું જ મુખ જોવા લાયક છે. દેવો અસંખ્યાત કેમ ?
દેવલોકમાં અસખ્યતા દેવો ઉત્પન્ન થાય છે. જ્યારે મનુષ્યલોકમાં સંખ્યાતા જ મનુષ્યો છે. તો દેવલોકમાં આટલા બધા દેવો ક્યાંથી ઉત્પન્ન થાય ?
સમુદ્રમાં પ્રતિમાના આકારના વેલાઓ હોય છે. માછલા આ વેલાને જૂએ છે. અને એમને એમ થાય છે કે આવી આકૃતિ કયાંક જોઈ છે. છેવટે એમને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. અને પોતે વિચારે છે કે અમે કુકર્મ કરીને આ યોનિમાં ભટકાઈ પડયા છીએ. પછી તેના આઘાતથી અણશણ કરે છે. અને કાળ કરીને તેઓ દેવલોકમાં દેવી તરીકે ઉત્પન થાય છે. આ રીતે મનુષ્યો સંખ્યાતા જ હોવા છતાં દેવો અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. મૂર્તિમાં સાક્ષાત્ દર્શન...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org