________________
અષાડ વદ ૧૪
મૂલ્ય કેટલું? જીવન કિંમતી.... ' મનુષ્યજન્મ દ્વારા દુનિયાની કિંમતમાં કિંમતી ચીજો મળી રહે છે. માટે જ મહાપુરૂષોએ તેની દુર્લભતા કહેલી છે. માનવજન્મનું મહત્ત્વ એ નથી કે સારૂં ખાવાનું મળ્યું સારું પહેરવાનું મળ્યું. ધર્મરૂપી રત્ન મેળવવું અતિ દુર્લભ છે. અષ્ટાપદ પર્વત પરથી જ્યારે ગૌતમસ્વામી પધાર્યા ત્યારે ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે હે ગૌતમ! મનુષ્યભવ માનવને મળવો અતિમાં અતિ દુલર્ભ છે. આ સંસાર એકલા એફસીડન્ટોનો ભરેલો છે. ક્યારે કોનો એફસીડન્ટ થશે તે કહેવાતું નથી ! સમયનો પ્રમાદ ન કરીશ ! આ દોડધામોને અંતે છેવટે હાથમાં જે આવે છે તે અનંતું દુઃખ આપનારું બને છે. દુર્લભની પ્રાપ્તિ..
અકબર બાદશાહ અને બિરબલ બન્ને બેઠા છે.... ત્યાં એક મોટું ટોળું નીકળે છે. અને બૂમો મારે છે કે અન્નદાતા ! ભૂખે મરી રહ્યા છીએ. કંઈક આપો, કંઈક આપો. આ બૂમો સાંભળીને અકબર બિરબલને કહે છે કે આ કોણ બૂમો પાડી રહ્યા છે? મને કંટાળો આવે છે. શું કામ ભૂખે મરે છે? આખા ખાજાં ખાવા ન મળે તો ખાજાનો ભૂકો ખાઈ લે ? આવી બૂમો શા માટે મારે છે? ત્યારે બિરબલ કહે છે કે નામદાર ! એમણે દુનિયામાં ખાજાનું નામ ય સાંભળ્યું નથી. જ્યાં સૂકા રોટલાનો ટૂકડો મળવો મુશ્કેલ છે, ત્યાં ખાજાની ક્યાં વાત...? માણસ પોતે સુખી હોય છે, એ સુખની કલ્પનામાં એને કોઈ દિવસ કોઈ ગરીબનો વિચાર પણ આવતો નથી. આપણને આ મનુષ્યભવ મળ્યો છે. તેથી આપણને કોઈ જીવની યાતનાનો ખ્યાલ જ આવતો નથી. જેમ અકબરને ખાજાં સામાન્ય લાગે છે. તેમ આપણને આ ઉત્તમકુળ, આર્યદેશ, જૈનધર્મ બધું સામાન્ય લાગે છે. પેલા ગરીબોનાં ટોળાને ખાજાં મળવા કેટલા દુર્લભ છે? તેમ આપણને અહીંથી આંખ મીંચાયા પછી લાખ પ્રયત્નો કરવા છતાં પણ આ ભવ કરીથી મળવાનો નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org